અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી મુદામાલ સાથે આરોપી ઓને ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં બે અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી ગણતરીના કલાકોમાં મુદામાલ સાથે આરોપી ઓને પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના બે અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી રૂ. ૨,૩૯,૭૦૦/- ના મુદ્દામાલ ની રીકવર કરતી જાફરાબાદ મરીન પોલીસ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં અન ડીટેકટ થયેલા ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય મિલ્કત સબંધી ગુનાના આરોપી ઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણ શોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા જાફરાબાદ મરીન પોલીસ ને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જાફરાબાદ મરીન પો. સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી. એલ. ચૌધરી ના રાહબરી તેમજ જાત મહેનત હેઠળ જાફરાબાદ મરીન ટીમ દ્વારા સધન તપાસ હાથ ધરવામાં આવેલ અને ખાનગી બાતમીદારો તથા ટેક્નિકલ દ્વારા આરોપી ઓને પકડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કુલ રૂપિયા ૨,૩૯,૭૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી મરીન પોલીસ સ્ટેશનના અન ડીટેકટ ગુના ઉકેલવામાં આવેલ છે. ડીટેકટ થયેલ ગુનાઓની વિગત (૧) જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ. ર. નં. ૧૧૧૯૩૦૦૨૨૩૦૧૧૪
/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૪૪૭, મુજબ ગુનો દાખલ થયેલ તેમજ (૨) એ પાર્ટ ગુ.ર. નં. ૧૧૧૯૩૦૦૨૨૩૦૧૪૭ /૨૦૨૩ ઈ.પી.કો. ૩૭૯, મુજબ ના ગુનાઓ દાખલ કરેલ છે. પકડાયેલ આરોપી ઓ વિસામણ ઉર્ફે દિલો સોમાતભાઈ સાંખટ ઉ. વ. ૩૧ , આરોપી વિક્રમ બાલુભાઈ સાંખટ ઉ.વ. ૨૯ , આરોપી ધીરુ જેઠાભાઈ સોલંકી ઉ.વ. ૪૯, આરોપી દિપક વાલજીભાઈ સોલંકી ઉ.વ. ૨૭, પકડી પડેલ મુદામાલ સાથે કબ્જે કરેલ મુદ્દામાલ કેબલના બંઢલો ત્રાંબાના તાર ૧૭૧ કિ. લો. કિ.રૂ. ૧, ૧૯, ૭૦૦ /- જનરેટર કિ. રૂપિયા ૧,૨૦,૦૦૦ /- મુદ્દામાલ સાથે પકડી પડેલ ઉપરોક્ત કામગીરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી. એલ. ચૌધરી સાહેબ તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ રણજીતભાઈ ચૌહાણ, તથા રાધેશ્યામભાઈ દુધરેજીયા, તથા ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ નાગર, તથા પો કોન્સ્ટેબલ વિજયભાઈ બારૈયા, તથા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રાઠોડ, તથા સુરેશભાઈ ડાભી, તથા મહેશભાઈ હિમાસીયા , તથા મહેશભાઈ સોલંકી, તથા પો કોન્સ્ટેબલ જયેશભાઈ જીંજાળા, તથા અશોકભાઈ કલસરિયા , તથા વિક્રમભાઈ ભુકણ , તથા ઉમેશભાઈ ભાણકુભાઈ, SRD ભાવેશભાઈ તમામ સ્ટાફ દ્વારા ગણતરી ના કલાકોમાં આરોપી ઓને દબોચી લીધા હતા
રિપોર્ટ.કિશોર આર. સોલંકી.જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300