‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ નિમિત્તે સાઈકલ રેલી, આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ નિમિત્તે સાઈકલ રેલી, આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Spread the love

વંદન ઉત્સવનારી

‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ નિમિત્તે સાઈકલ રેલી, આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

બાળાઓ અને કિશોરીઓને ‘શ્રી અન્ન’માંથી તૈયાર કરેલી પૌષ્ટિક વાનગીઓ આપવામાં આવી
અમરેલી તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૩ (મંગળવાર) રાજ્ય સરકાર દ્વારા તા.૧ ઓગષ્ટ થી તા.૦૭ ઓગષ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ‘નારી વંદન ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત અમરેલી જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળના માર્ગદર્શન હેઠળ તા.૦૭/૦૮/૨૦૨૩ના રોજ ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ નિમિત્તે અમરેલી જિલ્લા મથક ખાતે એક સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઈકલ રેલી, નાગનાથ મહાદેવ ચાર રસ્તાથી સિનિયર સીટીઝન પાર્ક થઈને કોલેજ સર્કલ સુધી “ફીટ ઇન્ડિયા” થીમ પર યોજવામાં આવી હતી. આ રેલીમાં શાળામાં ભણતી બાળાઓ, જિલ્લા મહિલા અને બાળ, અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરીનાં કર્મયોગીઓ સ્ટાફ, DHEWનાં કર્મયોગીઓ, જિલ્લા બાળ સુરક્ષા
કચેરી,જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીના કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગરો, સગર્ભાઓ,ધાત્રી માતાઓનાં આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, (ICDS)ના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી. જાડા ધાન્ય (શ્રી અન્ન) માંથી સાત્વિક વાનગીઓ બનાવી અને કિશોરીઓ અને બાળકીઓને આપવામાં આવી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230808-WA0157-0.jpg IMG-20230808-WA0156-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!