રાજકોટ : કિડનીની સમસ્યાઓ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા રાજકોટ મધ્યસ્થ જેલના સહયોગથી કિડનીની સમસ્યાઓ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો.
રાજકોટ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા મધ્યસ્થ જેલ રાજકોટના સહયોગથી કિડનીની સમસ્યાઓ ‘કિડની જાગૃતિ’ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કીડનીના દર્દીઓને ડાયાલીસીસમાં પડતી મુશ્કેલી, કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને પડતી મુશ્કેલી તથા કીડનીના અન્ય રોગોથી પીડાતા દર્દીઓને નામાંકિત તબીબ ડો.પ્રતિક અમલાણી દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન અપાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોલ્ડ મેડાલીસ્ટ ડો. પ્રતિક અમલાણી (યુરોલોજીસ્ટ), શીવમ વર્મા આઈ.પી.એસ.
(અધિક્ષકશ્રી, રાજકોટ મધ્યસ્થ જેલ), બી.બી. પરમાર (ઈન્ચાર્જ નાયબ અધિક્ષક, રાજકોટ મધ્યસ્થ જેલ), મિતલ ખેતાણી (પ્રમુખશ્રી–એનીમલ હેલ્પલાઈન), વિનેશભાઈ પારધી (જેલરશ્રી-રાજકોટ મધ્યસ્થ જેલ), જયંતીભાઈ પટેલ (રીજીયોનલ ડાયરેકટર, દતોપંત ઠેંગડી, સી.બી.ડબલ્યુ), કિરણસિંહ સીસોદીયા (જેલરશ્રી, રાજકોટ મધ્યસ્થ જેલ), મનીષભાઈ આર. રાઠોડ (હેડ કોન્સટેબલ), સેંગારભાઈ પ્રજાપતિ (જેલ સીપાઈ), અશ્વિન ગોહેલ (પ્રોગ્રામ ઓફીસર ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન) ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપ્યું હતું જેનો ૧૪૦ થી વધુ જેલના કેદીઓએ લાભ લીધો હતો.
ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉંઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. જે ત્રિલોકભાઈ આર. પરીખ (ચેરમેનશ્રી– ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન)ના માર્ગદર્શન હેઠળ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્ન:વસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓનું ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીરો દ્વારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વ્રારા જીવનદાન કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાત મંદ કિડનીના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરવાનું ઉમદા કામ કરી રહી છે જેના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓગષ્ટ-૨૦૧૮ થી ડાયાલીસીસ સેન્ટર સંચાલીત છે. જેમાં જર્મન કંપનીના હિમોડાયાલીસીસ મશીન છે. જેમાં ૩૫ જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવી રહયાં છે અને મહીનાના ૩૦૦ થી ૪૦૦ ડાયાલીસીસ થાય છે. આ ડાયાલીસીસ સેન્ટર શ્રી ક્રિષ્ના સાર્વજનીક હોસ્પીટલ હિંમતનગર ખાતે સંચાલીત છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનનાં એડવાઈઝર મિતલ ખેતાણી તથા પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલે જહેમત ઉઠાવી હતી. ‘કિડની જાગૃતિ’ અંગેની વિશેષ માહિતી માટે અશ્વીન ગોહેલ મો.૭૯૮૪૮ ૨૯૬૨૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300