રાજકોટ : ‘અંગદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાશે

રાજકોટ : ‘અંગદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાશે
Spread the love

અંગદાન જાગૃતિ અભિયાન અન્વયે પી.ડી.યુ. મેડીકલ કોલજના મિશન બ્રેઈનના વિદ્યાર્થીઓ અને ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ‘અંગદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાશે.

રાજકોટ. અંગદાન જાગૃતિ અભિયાન અન્વયે પી.ડી.યુ. મેડીકલ કોલજના મિશન બ્રેઈનના વિદ્યાર્થીઓ અને ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩, ઓગષ્ટ, રવીવારે સવારે ૦૭-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી ‘અંગદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાશે. સાથમાં જ પોસ્ટર/ચિત્રકળા પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન લિંક સ્કૂલો અને કોલેજના વ્હોટસએપ ગ્રુપમાં મુકવામાં આવશે.
‘અંગદાન જાગૃતિ’ કાર્યક્રમમાં મિતલ ખેતાણી (પ્રમુખશ્રી–એનીમલ હેલ્પલાઈન) તથા ડો. મુકેશ સામાણી (ડીનશ્રી–પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટ), ડો.રાધેશ્યામ ત્રિવેદી (સુપ્રિન્ટેન્ડન્ટ, પી.ડી.યુ. મેડીકલ કોલેજ,રાજકોટ) જેમાં મગજ મૃત વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઈ શકે છે. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે મગજમૃતનાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લીત થઇ શકે. દેશમાં ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો, રોટરી કલબ, લાયન કલબ જેવી સેવાભાવી સંસ્થાઓ આ લોકજાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમ રકતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઇ શકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે, એમને નવી જીંદગી મળી શકે તેવી તમામ માહિતીનું નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી-રાજકોટ) ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનનાં પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ, પ્રગતિ બાવરવા (મો.૭૯૮૪૮૫૮૫૬૫), યજ્ઞ ઠકરાર (મો. ૮૪૯૦૮૮૪૯૦૮), જીત માકડીયા (મો. ૮૩૨૦૫૪૮૪૪૬) વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે અશ્વીન ગોહેલ મો.૭૯૮૪૮ ૨૯૬૨૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230808_213115.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!