ચુડા ખાતે એક પેડ દેશ કે નામ કાર્યક્રમ અંતર્ગત બીજારોપણ કરવામાં આવ્યું

ચુડા ખાતે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ ભેસાણ તાલુકા દ્વારા શ્રી નવકાર & ન્યૂ બેસ્ટ શૈક્ષણિક સંકુલ ચુડા ખાતે એક પેડ દેશ કે નામ કાર્યક્રમ અંતર્ગત બીજારોપણ કરવામાં આવ્યું. બીજારોપણ થી વૃક્ષારોપણ કરવા માટે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા જ શાળા ખાતે બાલમખીરા, બોરસલી, અશ્વગંધા, કરજ,ફાલસા,જીવંતીખરખોડી,
દેવકપાસ, કંચના,સિંદૂરી, સુરજમુખી, અને રામફળ ના અંદાજે 300 થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા હતા.50 થી વધુ વૃક્ષો પણ વાવવામાં આવ્યા.
આ કાર્યકમ માં ચુડા ગામના શ્રી અમિતભાઇ વેગડા,સ્કુલ ના આચાર્ય શ્રી રાજેશભાઈ કોટડીયા, દિલીપભાઈ વિસાવેલીયા, ર્ડો. ઘનશ્યામભાઈ વઘાસીયા, ચિંતનભાઈ ઉંધાડ,હસમુખભાઈ મારવાણીયા, રાજુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.
રિપોર્ટ પંકજ વેગડા ચુડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300