રાજકોટ : ‘‘નેશનલ સ્પોર્ટ્સ ડે” નિમિત્તે રેસકોર્ષ હોકી ગ્રાઉન્ડ ખાતે કેક કટિંગ હોકી સ્પર્ધા યોજાઈ.

રાજકોટ : ‘‘નેશનલ સ્પોર્ટ્સ ડે” નિમિત્તે રેસકોર્ષ હોકી ગ્રાઉન્ડ ખાતે કેક કટિંગ હોકી સ્પર્ધા યોજાઈ.
Spread the love

રાજકોટ શહેર ‘‘નેશનલ સ્પોર્ટ્સ ડે” નિમિત્તે રેસકોર્ષ હોકી ગ્રાઉન્ડ ખાતે કેક કટિંગ હોકી સ્પર્ધા યોજાઈ.

રાજકોટ : હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રેસકોર્ષ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ હોકી ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તેમજ રમત-ગમત અગ્રણીઓની હાજરીમાં કેક કટિંગ તેમજ મેજર ધ્યાનચંદની છબિને પુષ્પાંજલિ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે પંડિત જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા યોજાઈ હતી. જયારે જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દ્વારા રાજકોટ શહેર કક્ષાનો કાર્યક્રમ ૧૫૦ ફિટ રિંગ રોડ-૨ સ્થિત જી.કે.ધોળકિયા DLSS શાળા ખાતે વિવિધ રમતો તેમજ ખેલાડીઓના સન્માન સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો. જીલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાના જણાવ્યા અનુસાર, આશરે ૩૫૦ થી વધુ બાળકોએ પરંપરાગત રમતો જેવી કે, લીંબુ ચમચી, કોથળા દોડ, કબડ્ડી સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેસકોર્ષ હોકી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અયાઝ ખાન બાબી, અગ્રણીઓ સર્વ વિનેશભાઈ પટેલ, વિક્રમભાઈ જૈન, યોગીનભાઈ છનિયારા, દિવ્યેશભાઈ ગજેરા, વિવિધ સ્ટેટ થી પધારેલા દેવેન્દ્રસિંહજી, ભાનુપ્રતાપસિંહજી, જયદીપસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ હોકીના સેક્રેટરી અને કોચ મહેશભાઈ દિવેચા, મનીષભાઈ ત્રિવેદી તેમજ જયપાલસિંહ જાડેજાએ કર્યું હતું.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230829-WA0181-2.jpg IMG-20230829-WA0180-0.jpg IMG-20230829-WA0182-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!