કોલીયારી ફ. વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

કોલીયારી ફ. વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
દેવગઢ બારીયા તાલુકાની કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના સ્ટાફ મિત્રો કિરીટભાઈ પરમાર શેખ મુસ્તુફા ભાઈએ આ પર્વને અનુસંધાનમાં બાળકોને ઝાંખી સમજ આપી તેનુ ધાર્મિક મર્મ કેટલું છે તેને સમજ આપી અને શાળાના વિદ્યાર્થીઓની આગલા દિવસે એક જ સૂર હતો કે મારી બેની શાળામાં આવશે અને મને રાખડી બંધાવશે આ શબ્દોની અનુભૂતિ એક ભાઈ જ સમજી શકે. ભાઈ બહેનના સંબંધની વાત કરતા કૃષ્ણ સુભદ્રાનો પ્રસંગ નજર સમક્ષ કરી આવે આ સંબંધ જોડાતા સંસ્કૃતિનું કાર્ય દેખાય મહાભારતનું સુર એટલે અર્જુન એને એમ જ થોડું કશું અપાય કૌરવો સામે ટકી રહેવા સંસ્કૃતિનો હાથ અર્જુનને આપી સંસ્કૃતિ ઊભી કરવા અઢળક સંપતિ ભેટ સોગાદો આપી હતી.એવો બીજો પ્રસંગ દ્રોપદી કૃષ્ણનો કૃષ્ણએ દ્રોપદી ચીર હરણ પ્રસંગે ચીર પુરી પ્રગટ કર્યો હતો અહીં ભાઈ બહેન વચ્ચેનો માતૃ ભાવ આ પ્રસંગે દેખાય છે રક્ષાબંધન રક્ષા સૂત્ર એક વિચાર છે એક વિશ્વાસ છે આ વિશ્વાસ સાથે બંધાવું એ જ સાચી રક્ષા સૂત્ર છે જો બંનેનો વિચાર અલગ અલગ હોય તો પણ ન ચાલે માતૃ ભાવનો સંબંધ ટકે તે માટે પૂર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે આ ભાવ સાથે આજે અત્રેની કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ ભેર આ પર્વમાં ભાગ લીધો. અને છેલ્લે કહ્યું કે વીરા મારી રક્ષા કરજે. પ્રસંગને અનુરૂપ શાળાના આચાર્ય એ ભોપતભાઈ બારીયાએ પર્વને અનુરૂપ બાળદેવોને ગુરુવાણી સંભળાવી. શાળા સ્ટાફ બહેનો જશોદાબેન પટેલિયા નીતાબેન પટેલ હીરાભાઈ બારીયા ધવલભાઇ પટેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા. રક્ષાસુત્ર અને મીઠાઈ ની વ્યવસ્થા શાળા કક્ષાએ કરી છેલ્લે ભાઈ બહેને મીઠું મોઢું કર્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300