રાષ્ટ્રીય રમત-ગમત દિવસ : હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ –

રાષ્ટ્રીય રમત-ગમત દિવસ : હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ –
Spread the love

રાષ્ટ્રીય રમત-ગમત દિવસ :
હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ

અમરેલીમાં સ્પોર્ટ્સ સ્કૂલ અને શ્રીમતી એસ. એચ. ગજેરા સંકુલના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રમત-ગમત દિનની ઉજવણી

ડિસ્‍ટ્રીક્ટ લેવલ સ્‍પોર્ટસ સ્કૂલમા્ સંખ્યાબંધ રમતવીરો તાલીમ મેળવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તે ગૌરવની વાત : સાંસદશ્રી નારણભાઇ કાછડિયા

ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય કક્ષાએ કૌવત દેખાડી શકે તે માટે રાજ્ય સરકારની અનેક સફળ પ્રયત્નો : નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા

સાંસદશ્રી નાારણભાઈ કાછડિયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જિલ્લાકક્ષાની હોકી અને હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

અમરેલી : આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ (નેશનલ સ્પોર્ટ્સ ડે)ની ભવ્ય ઉજવણી અમરેલી જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. અમરેલીની જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ અને શ્રીમતી એસ. એચ. ગજેરા સંકુલના સંયુક્ત ઉપક્રમે સાંસદશ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત રાજ્ય વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રી કાછડિયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જિલ્લાકક્ષાની હોકી અને હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો અને તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કન્વીરોનું સન્માન કર્યું હતું.

અમરેલીમાં ડી.એલ.એસ.એસ. (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) અંતર્ગત રમત ગમતની તાલીમ પ્રાપ્ત કરી રહેલ રમતવીરોએ યોગાસન અને જુડો સહિતની વિવિધ રમતોના કરતબ રજૂ કર્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કોલેજ ટીમમાં પસંદગી તાલીમ લઇ પામી રોડ સાયકલિંગ, ખો-ખો, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, હેન્ડબોલ રમતમાં સિદ્ધિ હાંસલ કરેલ રમતવીરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ડિસ્‍ટ્રીક્ટ લેવલ સ્‍પોર્ટસ સ્કૂલ અંતર્ગત સંખ્યાબંધ રમતવીરો તાલીમ મેળવી રહ્યા છે અને રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તે ગૌરવની વાત છે. સાંસદશ્રીએ વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિ હાંસલ કરેલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતુ કે, શ્રી મેજર ધ્યાનચંદના જીવનમાંથી સૌ રમતવીરોએ પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ અને રમત ગમત ક્ષેત્રે આગળ વધવું જોઈએ. આજે ગુજરાતના રમતવીરો રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં
પોતાનું કૌશલ્ય દર્શાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાકીય કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં રમત વિકાસ અધિકારી શ્રી પુનમબેન ફુમકીયા, ગજેરા સંકુલ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ, જિલ્લા વ્યાયામ મંડળ પ્રમુખ શ્રી મિયાણી, જિલ્લા , ડી.એલ.એસ.એસ સ્ટાફ, જિલ્લાના આગેવાનો, મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મેશ વાળા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

-ગાંધીનગર-20230829_222654.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!