ડો. યોગેશ ગુપ્તાની કોલકાતા લિટરલી કાર્નિવલમાં એવોર્ડ માટે પસંદગી

ડો. યોગેશ ગુપ્તાની કોલકાતા લિટરલી કાર્નિવલમાં એવોર્ડ માટે પસંદગી
Spread the love

આરોગ્ય વિષયકના લેખક અને અમદાવાદના જાણીતા સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડો. યોગેશ ગુપ્તાની તેમનાં પ્રથમ પુસ્તક – ‘કોવિડ ડાયરીઝ: વાયરસ વર્સસ વી’ની કોલકાતા લિટરરી કાર્નિવલ ૨૦૨૪ દ્વારા ઇમર્જિંગ ઓથર ઓફ ધ યર-નોન ફિક્શન કેટેગરીમાં એવોર્ડ માટે પસંદગી થઈ છે.

તેમને જાન્યુઆરી ૨૦૨૪ માં કોલકાતા લિટરરી કાર્નિવલમાં આ એવોર્ડ એનાયત થશે. આ પુસ્તક અત્યારે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને તે ગુજરાતી, હિન્દી સહિત અન્ય પાંચ ભાષાઓમાં અને ઓડિયો બુક સ્વરૂપે પણ ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ પુસ્તકમાં ડો. ગુપ્તાના કોરોનાકાળના અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં મેડિકલ વ્યવસ્થાતંત્ર, દર્દીઓ, સરકારી તંત્ર વગેરે સહભાગીઓના સુખ-દુઃખના અનુભવો-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે.

યુદ્ધમાં જે સૈનિકો પર આપણે વિશ્વાસ કરીએ છીએ અને તેઓ કોઇ લાભ માટે નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનું શરૂ કરે તો વધુ વિનાશ વધુ થાય છે. એવી જ રીતે કોવિડમાં પણ જ્યારે વાયરસ બદલાયો હતો, ત્યારે ઘણા કોરોના યોદ્ધાઓમાં પણ પરિવર્તન આવ્યું હતું, પછી તે લોકો નફાખોરી તરફ વળ્યા હતા અને તેના કારણે ભારે વિનાશ થયો હતો, તેવા મુદ્દાને આ પુસ્તકમાં વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!