ભાયાવદર મોટી પાનેલી ગામે સુભાષગિરી બાપુ રેલ્વે સ્ટેશન પાસે આચકી ઉપડી જતા મુત્યુ

ભાયાવદર મોટી પાનેલી ગામે સુભાષગિરી બાપુ રેલ્વે સ્ટેશન પાસે આચકી ઉપડી જતા મુત્યુ
Spread the love

ભાયાવદર મોટી પાનેલી ગામે સુભાષ ગિરી બાપુ રેલ્વે સ્ટેશન પાસે આચકી ઉપડી જતા મુત્યુ ભાયાવદર પોલીસ સ્ટેશન મોત નંબર ૪૧/૨૦૨૩ C.R.PC-૧૭૪ મુજબનો બનાવ આજરોજ તારીખ ૦૯|૦૯|૨૦૨૩ ના કલાક ૦૦૧૫ વાગ્યે જાહેર થયેલ હોય જેમા ગઇ તા.૨૯|૦૮|૨૦૨૩ ના રોજ સુભાષગીરી બાપુ ઉવ. આશરે ૬૦ વર્ષ વાળા પુરૂષને મોટી પાનેલીગામે રેલ્વે સ્ટેશન પાસે અચાનક આંચકી ઉપડી જતા તેમને ઉપલેટા ખાતે સારવારમાં લઇ ગયેલ.

વધુ સારવાર અર્થે તેમને જુનાગઢ ખાતે લઇ ગયેલ અને ત્યાં દાખલ કરેલ અને તા.૦૮/૦૯|૨૦૨૩ ના રોજ સારવાર દરમ્યાન ફરજ પરના ડૉ.સાહેબએ મરણ ગયેલનું જાહેર કરેલ પરંતુ મરણ જનારનું પુરૂ નામ સરનામું કે વાલી વારસ મળી આવેલ ન હોય જેથી લાશનુ ન . પી.એમ.જુનાગઢ ખાતે કરાવી જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ મમાં રાખેલ હોય અને મરણ જનાર શરીરે પાતળા બાંધાની તથા ભગવા કલરની ઝબ્બો તથા ધોતિયું પહેરેલ હોય જેથી મરણ જનાર બીનવારસી પુરુષના વાલીવારસની તપાસ કરવા માટે આપને ભાયાવદર પોલીસ સ્ટેશન ફોન 02826 274304 સંપર્ક કરવો.

IMG-20230910-WA0005.jpg

Avatar

Vipul Dhamecha

Right Click Disabled!