દુંદાળા દેવની શાહી સવારી પધારી ર,,,,,હી,,,,,,છે,,,.!

દુંદાળા દેવની શાહી સવારી પધારી ર,,,,,હી,,,,,,છે,,,.!
Spread the love

પ્રાસંગિક

(દુંદાળા દેવની શાહી સવારી પધારી ર,,,,,હી,,,,,,છે,,,.!)

જ્યાં સાચા ભાવ અને ભક્તિ હોય ત્યાં અષ્ટ ભુજા, કે ચાર ભુજા ધારી સર્વશક્તિમાન ઈશ્વરને પણ જન્મ લેવો પડતો હોય છે. અને એટલેજ કદાચ બબ્બે માતાના લાલ એવા બંસીધર ગિરધર ગોપાલે આ ધરતી પર જન્મ લીધો હશે. આ નટખટ નંદલાલની બંસીના સુર અને ગોપીઓના ઝાંઝરના ઝમકારામાંથી જ કદાચ પ્રેમ અને ત્યાગનો ઉદ્ભવ થયો હશે.એ પ્રેમ,ત્યાગ અને નટખટ નંદલાલના નખરાએ જ સર્જી હતીને મટકીફોડની કહાની,,,!

આ ભાવ,ભક્તિ, પ્રેમ ,ત્યાગ,અને નટખટ નાં નખરા સાથેનો આનંદના ઉછાળા મારતો શ્રાવણ માસ જાણે કે પળવારમાંજ પસાર થઈ ગયો,,,!
અને તે સાથેજ મેઘરાજાની છડી પોકારતા અલબેલા અષાઢ માસમાં આવતા ગૌરી વ્રતથી શરૂ થયેલી તહેવારોની મોસમનું જાણે કે મધ્યાનતર થઈ ગયુ,,,!

અને હવે, શ્રાવણ માસ દરમિયાન દશે
દિશાઓમાં છવાયેલું ભગવાન સદાશિવનું સામ્રાજય પણ આ ભાદરવો માસ બેસતાંજ ભગવાન શ્રી ભાલચંદ્રનાં હાથમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે.

સ્વર્ગમાંથી દુંદાળા દેવની શાહી સવારી ધરતી તરફ કુચ કરી ચુકી છે.

ધરતી પર પણ ઠેર ઠેર દુંદાળા દેવને સત્કારવા લોકો થનગની રહ્યા છે. વિશ્વભરના સમગ્ર હિન્દૂ સમાજ સાથે રાજકોટનાં નગરજનો પણ ભગવાન શ્રી ગજાનનનાં આ મહા ઉત્સવને મનાવવા ઘેલા થયા છે. શહેરનાં મંડળો સાબદા થયાં છે.
શેરી, ગલી,મહોલ્લાઓ શણગારાઇ રહ્યા છે. આનંદનાં આ અનેરા ઉત્સવને વધાવવા મંડળોમાં જાણે કે હોડ લાગી છે. શેરીએ ગલીએ ગરવા ગણપતિને બિરાજવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વીજળીના ડેકોરેશનો લબકારા મારતાં થયાં છે. ગણપતિ દેવનાં સ્થાપના સ્થળે અવનવા આકર્ષણો સજાવાઈ રહ્યા છે. ધરતી પર પધારી રહેલા વિનાયકને આવકારવા લોકોનાં ઉરનાં ઓરડાઓ આનંદથી ઓવરફ્લો થઈ રહ્યા છે. તા.19 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ઉત્સવમાં ગણપતિજી ના સ્થાપના સ્થળોએ કલાકારોનાં અવનવા કસબો નિહાળવા તથા પોતાના આરાધ્ય દેવને રીઝવવા લોકોની કતારો જામશે.
ધરતીનું ચૈતન્ય જાગી ઉઠશે, રાતો રળિયામણી થશે અને સોનલવર્ણું પ્રભાત ઉગશે.

આલેખન:-કિશોર નથવાણી,”વાણી”, રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230918-WA0050.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!