વડિયા કુંકાવાવ તાલુકા પંચાયતના હોદેદારો મુખ્ય દંડક કૌશિક વેકરીયાની મુલાકાતે

વડિયા કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતની તાજેતરમાં વરણી થતા હોદેદારો એ આજે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઇ હીરપરા, ઉપપ્રમુખ મનોજભાઈ હપાણી, કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, શાસક પક્ષના નેતા ગજેન્દ્રભાઈ પટોળીયા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, રમેશભાઈ સાકરીયા, જીલ્લા યુવા મોરચાના તુષારભાઈ વેગડ, વરદાનભાઈ બરાળીયા, ચેતનભાઇ દાફડા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વસંતભાઇ સોરઠીયા સહિતના વડિયા કુંકાવાવ તાલુકાના હોદેદારો એ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની મુલાકાત કરી મોહ મીઠું કરાવ્યું હતું