બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા

બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા
Spread the love
  • વર્ષોથી કોરોના પુર જેવી ગમે એ મુસીબત નાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકો ની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે
  • હાલની સ્થિતિ માં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા બર્ક ફાઉન્ડેશન ની ટીમ તુરતજ જરૂરિયાતમંદો ની મદદે દોડી

નર્મદા જિલ્લામાં હાલમાં જ નર્મદા ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા અને અનેક લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા ત્યારે આ બાબતની જાણ બર્ક ફાઉન્ડેશન ને થતા તેમની ટીમ તુરત કામે લાગી અને જિલ્લના અનેક જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચી તેમને ફૂડ પેકેટ આપી માનવતા નું કામ કર્યું હતું.

બર્ક ફાઉન્ડેશન તરફથી જ્યોર્જભાઈ માયાબેન મારીયા બેન મધુબાલાબેન, જયેશભાઇ, સાર ઉપસ્થિત રહી નર્મદા જિલ્લાના અકતેશ્વર અને સાંજરોલી ગામમાં 280 ફૂડ પેકેટ, ઇન્દ્રવર્ણા અને વાસલા ગામમાં 56 પેકેટ અને ગરડેશ્વર ચોકડી પર 50 ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા સાથે રાજપીપળા બસ સ્ટેન્ડ, કાલાઘોડા, જકાતનાકા પાસે અટવાયેલા મુસાફરો ને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આમ ગમે તે સંકટ સમય માં બર્ક ફાઉન્ડેશન નાં સભ્યો હંમેશા લોકસેવા કાર્ય માં આગળ આવતા હોય છે માટે તંત્ર એ પણ તેમની વર્ષોની કામગીરી થી પ્રભાવિત થઈ આવા કટોકટી નાં સમયે બર્ક ફાઉન્ડેશન ને સેવાકીય કામગીરી સોંપે છે.

IMG-20230919-WA0131-1.jpg IMG-20230919-WA0132-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!