ભરૂચની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પૂરઅસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો વ્હારે આવી

ભરૂચ શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થવાથી ભરૂચના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. આ વિકટ પરિસ્થિતિ સામે ત્યાં વસવાટ કરતા લોકો માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સાથે સહયોગી બની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. આશ્રયસ્થાનોમાં રહેલા નાગરિકો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકો માટે ફુડ પેકેટની અને જમવાની વ્યવસ્થાઓ કરી પૂરપ્રભાવિત વિસ્તારોની વ્હારે આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.