ભરૂચ જિલ્લા સમાહર્તાના માર્ગદર્શન હેઠળ પૂરપ્રભાવિત વિસ્તારોમાં ડોર ટુ ડોર કેમ્પિયન

- ભરૂચ પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ કેમ્પિયન થકી આરોગ્યની દરકાર કરતી જિલ્લાની આરોગ્ય શાખા
નર્મદા નદીમાં આવેલ પૂરના પાણી ઓસર્તા ભરૂચના ફાટા તળાવ, લિમડી ચોક, બંબાખાના, નયનાચોક, ફુરજા બંદર, વેજલપુર, ગોલ્ડન બ્રિજ વિસ્તાર, મક્તમપુર જેવા પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરી આરોગ્યની દરકાર જિલ્લાની આરોગ્ય શાખા લઈ રહી છે. ભરૂચ જિલ્લાના પૂરના કારણે પ્રભાવિત થયેલ વિવિધ વિસ્તારોમાં પાણીનાં યોગ્ય નિકાલ, ગંદકી ન ફેલાય અને જરૂરી સાફ – સફાઈ થાય તે માટે આજરોજ ભરૂચ ખાતે મેડીકલ ઓફીસરો, તાલુકાઓના THO અને તાલુકા સુપરવાઈઝર અને તેમની ટીમ દ્નારા શહેર અને વિવિધ ગામડાઓમાં વિઝીટો કરવામાં આવી રહી છે.
જિલ્લા સમાહર્તાના માર્ગદર્શન હેઠળ ભરૂચના પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર કેમ્પિયન કરી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ પહોંચી જઈને સર્વેની કામગીરી હાથ ધરી જરૂરિયાતમંદ લોકોને ગોળી-દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે પીવાના પાણીમાં ક્લોરિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમજ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા જુદાં – જુદાં વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને કોઈ બીમાર કે તકલીફમાં નથી તેની પૃચ્છા કરવામાં આવી હતી. ઘરે ઘરે કલોરીન ટેબલેટનું પણ વિતરણ અને એન્ટીલાર્વા કામગીરી તથા બીમાર લોકોને જરૂરી દવાઓ આપવાની PHCના કર્મચારીઓ દ્વારા કામગિરી ચાલી રહી છે.