રાધનપુર : સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા

- “ગણપતિ બાપા મોરિયા” ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું
- વૈષ્ણોદેવી મિલ આયોજિત ગણેશોત્સવ માં ભાવિક ભક્તો જોડાયા અને “ગણપતિ બાપા મોરિયા” ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું
સમગ્ર રાજ્યમાં આજે શરૂ થતા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુર ખાતે મસાલી રોડ સરસ્વતી નગર થી ગણપતિ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.રાધનપુર ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાધનપુરની સરસ્વતી નગર થી મોટી પીપળી સુધી સતત 11 કિલોમીટર સુધીની લાંબી ભવ્ય શી શોભાયાત્રા નીકળી હતી. રાધનપુર વૈષ્ણોદેવી મિલ સુધી ની ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજના ભવ્ય ઉજવણી શોભાયાત્રા માં રાધનપુર શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માંથી મોટી સંખ્યામાં બાપ્પાનાં ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન વૈષ્ણોદેવી મિલનાં માલિક પ્રફુલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું..
મહત્વનું છે કે વૈષ્ણોદેવી મિલ નાં માલિક પ્રફુલભાઈ ઠક્કર દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે . ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિ મહોત્સવ પર્વને આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવણી કરી હતી. આજ રોજ અષ્ટવિનાયક ગણપતિ શોભાયાત્રામાં વૈષ્ણોદેવી મિલ યુવક મંડળ,વૈષ્ણોદેવી મિલ નાં માલિક પ્રફુલભાઈ ઠક્કર દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ માં ડીસાથી ઠક્કર પરિવાર દ્વારા પૂજા આરતી કરી ભવ્ય શોભાયાત્રા સાથે દાદા નું વૈષ્ણોદેવી મિલ મોટી પીપળી ખાતે સ્થાપન કરવામાં આવ્યું હતું.જેમાં મિલના માલિક પ્રફુલભાઈ ઠક્કર, નિહારભાઈ ઠકકર તથા પ્રફુલભાઈ ઠક્કર પરીવાર મિલના સભ્યો તથા આસપાસ ના વિસ્તાર ના ભાવિક ભક્તો જોડાયા અને “ગણપતિ બાપા મોરિયા” ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)