જસદણના સાણથલી ગામમાં લોકમેળાનું આયોજન

જસદણ તાલુકાના સાણથલી ગામમાં ૨૪ કલાક નુ રામામડળ અને લોકમેળાનું આયોજન કરવામાં આવશે જસદણથી સાણથલી ગામ આશરે ૧૮કિ.મી. દૂર આવેલું છે આજે રામદેવજી મહારાજનું મંદિર પ્રખ્યાત જય બાબા રામદેવ નકળંગ પ્રાગળી ગૌશાળા સાણથલી તરીકે ઓળખાય છે. જ્યાં દર વર્ષે ભાદરવા સુદ દશમના દિવસે ૨૪ નુ રામામડળ તેમજ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જસદણ પંથકમાં આસપાસ વિસ્તારના ભાવિક ભક્તો લોકમેળામાં ઉમટી પડે છે.
શ્રી રામદેવજી મહારાજ મંદિરના સમક્ષ રામામડળ અને સાણથલી ગામ સમસ્ત દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવશે. સહષૅ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી રામદેવજી મહારાજ તેમજ શ્રી શકિત માતાજી તથા શ્રી મેલડી માતાજીની અસીમ કૃપાથી સંવત ૨૦૭૯ ના ભાદરવા સુદ દશમને સોમવારે તા. ૨૫.૨૬. સપ્ટેમ્બરના દિવસે જન્મ તિથિ નિમિત્તે રામદેવ મહારાજનું જન્મજયંતી અને લોકમેળાનું આયોજન કરવામાં આવશે. આ શુભ પ્રસંગે દર્શન કરવા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. શ્રી રામદેવજી મહારાજ નુ રામામડળ સમક્ષ ગામ આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે.
ચાલો સાણથલી… ચાલો સાણથલી…
રીપોર્ટ : રસીક વીસાવળીયા (જસદણ)