અમરેલી જિલ્લામાં પવનચક્કીમાં મંજુરીની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

અમરેલી જિલ્લામાં પવનચક્કીમાં મંજુરીની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
Spread the love

અમરેલી જિલ્લામાં પવનચક્કીમાં ગેરકાયદેસર આપેલી મંજુરીની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માંગ કરી અમરેલી જિલ્લામાં ખાસ કરીને લાઠી અને બાબરા તાલુકા સહિત ઇકોઝોન વિસ્તારમાં અનેક પવનચકકીઓ સરકારની જુદી-જુદી યોજનાની મંજુરી સિવાય નિયમ વિરૂધ્ધ મંજુરી આપી હોવાની અનેક રજુઆતો તેમજ પ્રેસમિડીયા મારફત રજુઆતનાં અનુસંધાને લાઠી તાલુકાનાં હરસુરપુર ગામે મામલતદારશ્રી તરફથી લોક કરેલ છે.

જો સાચી રીતે આવી તપાસ કરવામાં આવે તો કેન્દ્ર સરકારનાં પરીપત્ર નં.F.No.66/183/2016- WE Date : 22 October 2016 ની ગાઇડલાઇનનાં પેઝ નં.-૩ ઉપર Micrositing ના ભાગ-૪ ઉપર સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે, Developer(s) shall maintain a distance of HH+1/2 RD+5m (Hub Height+Half_Rotor Diameter+5 meters) from Public Rcads, railway tracks, highways, buildings, public institutuions and EHV Lines. મેઇન્ટેન્સ ડીસ્ટન્સ અંતર જણાવેલ નથી.

ગમે ત્યારે ભયાનક અકસ્માત થઈ શકે તેમ છે આવા સંજોગોમાં આવી મંજુરી કેવી રીતે આપવામાં આવી તેની ગંભીર રીતે તપાસ કરવામાં આવે તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. તેમજ આ નિયમ વિરૂધ્ધ કુલ કેટલી પવનચકકીમાં અમરેલી નહિ પરંતુ ગુજરાતમાં ચાલી રહી છે તે પણ તપાસ કરાવવામાં આવે તેવી રજુઆત કરી રહ્યો છું. વધારામાં ગુજરાત સરકારનાં ખનિજ સમૃધ્ધ પરીપત્ર નં.આરએએસ-૧૦૨૦૦૪-૧૮૦-૯.૧ તા.૧૩/૦૩/૨૦૦૪ નાં “ના-વાંધા પ્રમાણમપત્ર” નાં મુદ્દા પરત્વે આવા ખનિજ સમૃધ્ધ વિસ્તારમાં ગામનાં નમુના નં.૭/૧ર હેઠળની જમીનો અન્ય ઉપયોગમાં લેવા કે તબદીલી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કમિશ્નરશ્રી ખાણ અને ખનિજ ખાતાનું ના-વાંધા પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. તેવા ના-વાધા પ્રમાણપત્ર લીધેલ છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે.

આ બાબતે ગંભીરતા દાખવી અમરેલી જિલ્લો નધણીયાતો જિલ્લો બન્યો છે તા.૨૪/૦૯/૨૦૨૩ નાં રોજ અમરેલી જિલ્લાની સહકારી પ્રવૃતિમાં આપ ભાગ લેવા આવી રહ્યા છો તેવી બિનસત્તાવાર રીતે માહિતી મળેલ છે તો આ બાબતે તુર્ત જ યોગ્ય કરવા વિનંતી છે. માંગ સાથે શ્રી અમીતભાઇ ચાવડા, માન. વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કમિશ્નરશ્રી ખાણ અને ખનિજ વિભાગ, ગાંધીનગર કલેકટરશ્રી, અમરેલી સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી માંગ કરાય છે.

રીપોર્ટ : રસીક વીસાવળીયા (જસદણ)

1694786003069.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!