મુંબઈમાં યોજાનાર પ્લાસ્ટ વિઝન એકઝીબીશનને લઈ ઉપલેટા પ્લાસ્ટીક એસો. દ્વારા સેમિનાર યોજયો

મુંબઈમાં યોજાનાર પ્લાસ્ટ વિઝન એકઝીબીશનને લઈ ઉપલેટા પ્લાસ્ટીક એસો. દ્વારા સેમિનાર યોજયો
Spread the love

મુંબઈમાં યોજાનાર પ્લાસ્ટ વિઝન એકઝીબીશનને લઈ ઉપલેટા પ્લાસ્ટીક એસો. દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો.

તા.7થી 11 ડીસેમ્બર-2023 ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીક એસો. દ્વારા આયોજીત પ્લાસ્ટ વિઝન એકઝીબીશન બોમ્બેમાં યોજાનાર છે. આ એકઝીબીશનનો સેમિનાર આર્યન પાર્ટી પ્લોટ ખાતે ઉપલેટા પ્લાસ્ટીક એસો. દ્વારા યોજવામાં આવ્યો હતો
પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝની નવી ટેકનોલોજી, મશીનરી તથા ભારત સરકારની નવી પ્લાસ્ટીક નીતી વિશે આ કાર્યક્રમનું ખાસ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું.ઉપલેટા તેમજ મુંબઇ સુધી યોજાનાર સેમિનાર અને એક્ઝિબિશન માં ભારત ભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઇ પ્લાસ્ટિક એસોસિએશન આગળ વધી સ્વચ્છતાને લઈ પણ મોટો ફાયદો મળે એ બાબતનું ખાસ ધ્યાને લઇ આગળ વધવા ચર્ચાઓ કરાઈ હતી .
આ કાર્યક્રમમાં પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક,મયુરભાઈ. વિનુભાઈ ચંદ્રવાડીયા. મયુરભાઈ સુવા. પરાગભાઈ શાહ. જી.પી.સીબી.ના ડી.સી. વંકાણી. ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીક એસો.ના હોદેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેવું ઉપલેટા પ્લાસ્ટીક એસોસીએશનના પ્રમુખ રવીભાઈ માકડીયાએ જણાવેલ હતું

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Screenshot_2023-10-04-15-40-14-29_e55d67e6190e80b161828c9e2aa77e01-2.jpg Screenshot_2023-10-04-15-41-28-88_e55d67e6190e80b161828c9e2aa77e01-0.jpg Screenshot_2023-10-04-15-41-06-77_e55d67e6190e80b161828c9e2aa77e01-1.jpg

Avatar

Vipul Dhamecha

Right Click Disabled!