વડિયા ગ્રામ પંચાયત પાછળ બનેલા આરસીસી રોડની કામગીરી નબળી

- પેમેન્ટ ન ચૂકવવા સદસ્ય જુનેદ ડોડીયાની ડીડીઓને લેખિત રજુવાત
- તંત્ર અને કોન્ટ્રાકટરની મીલીભગત નબળા કામની થઇ હતી ફરિયાદ
- આ કામગીરી સમયે અવાજ ઉઠાવતો સરપંચનો પણ વિડિઓ થયો હતો વાઇરલ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ની ગ્રામપંચાયત પાછળ થી નીકળતા રસ્તા ને આરસીસી રોડ બનાવવા માટે ની કામગીરી ઘણા સમય પેહલા કરવામાં આવી હતી. જે રોડ ત્રણ દરવાજા સામે ના પુલ થી ઢૂંઢિયાપીપળીયા ગામ તરફ જતા રસ્તાને જોડતો હતો. આ રસ્તાની કામગીરી માં અપૂરતી સિમેન્ટ વપરાતી હોય અને કામની ગુણવતા નબળી હોવાથી તેની સામે સરપંચ મનીષ ઢોલરીયા એ અવાજ ઉઠાવ્યો હતો અને એ સમયે સરપંચ નો સોશ્યલ મીડિયા માં આ બાબત નો વિડિઓ પણ વાઇરલ થયો હતો.હાલ તેનું લગભગ એક વર્ષ વીતવા આવ્યુ છે.
આ રોડના કામમા લોટ પાણી ને લાકડા જેવી સ્થિતિ હોવાથી હાલ કાંકરી દેખાવા લાગી છે ત્યારે હાલ તંત્ર સાથેની કોન્ટ્રાકટર ની મીલી ભગત થી તેના પેમેન્ટ ની ચુકવણી બાબતે પ્રકિયા શરુ થવાનું જાણવા મળતા ગ્રામ પંચાયત સદસ્ય જુનેદ ડોડીયા દ્વારા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર લખી પેમેન્ટ ની ચુકવણી નહિ કરવા રજુવાત કરવામાં આવી છે સાથે કોન્ટ્રાકટર અને તંત્ર ના અધિકારીઓની મીલી ભગત ના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.