પાટણ : સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત 17 ગામોમાં ગાંડા બાવળની કાપણી કરવામાં આવી

રાજ્યભરમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગ રૂપે, સ્થાનિક વહીવટી તંત્રએ ગ્રામીણ હરિયાળીને સાચવવા અને વધારવા તરફ ખુબ જ ધ્યાન આપ્યું છે. ગાંડા બાવળની કાપણી એ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનનો એક મહત્વપૂર્ણ ઘટક બની ગયો છે, જેનો ઉદ્દેશ્ય જાહેર જગ્યાઓને સુંદર બનાવવા અને હરિયાળા, તંદુરસ્ત પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. આજરોજ ગ્રામ્ય કર્મચારીઓની એક ટીમની આગેવાની હેઠળ તેમજ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન અંતર્ગત 17 ગામો તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં ગાંડા બાવળની કાપણીની કામગીરી શરુ કરવામાં આવેલ છે.
ગ્રામીણ બગીચાઓ, શેરીઓ અને જાહેર વિસ્તારોને આકર્ષતા વૃક્ષો માટે ગાંડા બાવળ અવરોધ રૂપ છે. હરિયાળા વૃક્ષો ગ્રામીણ લેન્ડસ્કેપનો અભિન્ન ભાગ હોવાને કારણે, એકંદર સૌંદર્યલક્ષી અને પર્યાવરણીય સંતુલનમાં નોંધપાત્ર ફાળો આપે છે. પરંતુ ગાંડા બાવળો ગ્રામીણ સૌંદર્ય માટે અવરોધ છે. વધુમાં આ ગાંડા બાવળોને કારણે ગ્રામીણ વિસ્તારમાં કાંટાની ભરમાળ સર્જાઈ છે. જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વૃધ્ધો અને બાળકો માટે ખતરારૂપ છે. “સ્વચ્છતા એ જ સેવા” ઝુંબેશ, ગાંડા બાવળની કાપણી પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોને આશ્વત કરેલ છે કે, તંદુરસ્ત અને સુંદર પર્યાવરણને ઉત્તેજન આપવું એ એક સતત પ્રયાસ છે જે વર્તમાન અને ભાવિ પેઢી બંનેને લાભ આપશે.
રિપોર્ટર : અનિલ રામાનુજ (પાટણ રાધનપુર)