ગુજરાતને મહિલા ઉત્કર્ષ યોજનામાં એકપણ રૂપિયો ન ફાળવાયો…!

ગુજરાતને મહિલા ઉત્કર્ષ યોજનામાં એકપણ રૂપિયો ન ફાળવાયો…!
Spread the love

“મારી બહેનો”
રાષ્ટ્રીય મહિલા કોશમાં રૂ।.૨૮૫ કરોડનું બેલેન્સ પણ ગુજરાત ને મહિલા ઉત્કર્ષ યોજના માં એકપણ રૂપિયો નહિ આવો અન્યાય કેમ ?

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર

અમરેલી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ની મહિલા પ્રત્યે અન્યાયી નીતિરીતિ સામે આક્રમક રાષ્ટ્રીય મહિલા કોશમાં અન્ય રાજ્યોને કરોડોની ફાળવણી, ગુજરાતની મહિલાઓને ઠેગો તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષની યોજના અંગે વાતો કરનારી ભાજપ સરકારે અન્ય રાજ્યોમાં રાષ્ટ્રીય મહિલા કોશ યોજનામાંથી લાખો-કરોડોની ગ્રાન્ટ આપવામાં આવેલ છે જયારે ગુજરતની મહિલાઓને આ યોજના તળે છેલ્લા પાંચ વર્ષમાં એકપણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી જે ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કર્તા છે. કોંગ્રેસની સરકારે વર્ષ ૧૯૯૩ માં મહિલાઓના ઉત્કર્ષ માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી સ્વૈચ્છિક સંસ્થાઓ, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને લોન સહાય આપવામાં આવતી હતી, આ યોજનાનો અનેક મહિલાઓને લાભ મળ્યો છે અનેક મહિલાઓ પગભર થઈ છે પરંતુ જયારથી ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી આ યોજના તળે ગુજરાતની મહિલાઓ સાથે સતત અન્યાય થયો છે આ રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં બધાય રાજ્યોને કરોડોની ગ્રાન્ટ આપવામાં આવી છે જ્યારે ગુજરાતને કાણીપાઈ અપાઈ નથી જે ખુદ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં પુછાયેલા સવાલનાં જવાબમાં કબુલાત કરી છે અને હાલ મહિલાઓ ઉપરાંત સ્વૈચ્છિક સંગઠનોને ફાયદારૂપ આ યોજના બંધ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા કોશમાં આજેપણ રૂ।.૨૮૫ કરોડનું બેલેન્સ ઉપલબ્ધ છે તેમ છતા આ યોજના બંધ કરવાથી દેશની હજારો લાખો મહિલાઓને લાભ મળતો બંધ થયો છે જોકે, ગુજરાતની મહિલાઓને આ યોજનાનો લાભ જ મળી શક્યો નથી. રાષ્ટ્રીય મહિલા કોશમાં ૩૭ જગ્યાઓ પૈકી ૨૫ જગ્યાઓ તો ખાલીખમ પડી છે આ યોજના તળે અન્ય રાજ્યોને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને ગુજરાતને એકપણ પૈસો નહી ચૂકવીને કેન્દ્ર સરકારે ગુજરાતની મહિલાઓ સાથે હળહળતો અન્યાય કર્યો છે તેથી દેશની હજારો લાખો મહિલાઓના ભવિષ્યને ધ્યાને આ યોજના પુન: શરૂ કરવા એક મહિલા આગેવાન તરીકે મહિલાઓના હિતમાં માંગ કરું છું તેમ શ્રી જેનીબેન ઠુંમરે એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20231209_205049.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!