સ્વાક કોમ્યુનિકેશન સેમિનારનું વાયુશક્તિ નગર ખાતે આયોજન

સ્વાક કોમ્યુનિકેશન સેમિનાર 2019 એ વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોરમેશન સોસાયટી ડે ની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું। આ સેમીનારનો ઉદેશ્ય યુઝર્સ, ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોરમેશન સેક્યુરીટી ક્ષેત્રના મેન્ટેનર્સ અધિકારી અને નિષ્ણાતોને એક મંચ પર લાવવાનો છે , જેથી તેઓ આગામી 10 વર્ષને ધ્યાન માં લઈને મિલિટ્રી કોમ્યુનિકેશન ના વિકાસ અને પાદકરો વિષે ચર્ચા કરી શકાય . એર માર્સલ એચએસ અરોરા , એડીસી એર ઓફિસે કમાન્ડિંગ -ઈન -ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (સ્વાક) એ મુખ્ય સંબોધન કરતા આ સેમિનાર ને ખુલ્લો મુક્યો હતો. . સેમિનારમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GSFU ) અને ડિફેન્સ રિસેર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈસેશન (DRDO ) માંથી વિવિધ પ્રસિદ્ધ વક્તાઓ સહભાગી થયા હતા . અત્યારે એર ઓપરેશન પ્લેટફોર્મ -કેન્દ્રિત માંથી નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ કમ્પ્યુટર પ્રોસેસિંગ પાવર , મજબૂત , વિશ્વસનીય અને સુરક્ષિત સંચાર નેટવર્ક હોય આધારિત હોય છે જે સશસ્ત્ર દળોને યુદ્ધના મેદાનની માહિતી સેનાની તમામ પાંખોને એકસાથે પુરી પડે છે .આ સહિયારી જાણકારી સેન્સર્સ , સુટર્સ ,અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર વચ્ચે સમન્વય સેન્ય કામગીરી વચ્ચે સંકલન સાધવા ક્ષમતા પ્રાપ્ત થાય છે . AFNET વિવિધ પરિણામો ધરાવતું નેટવર્ક છે. જે વિવિધ NCW પાસા અને ભારતીય વાયું દળ (IAF ) ની શસ્ત્ર વ્યવસ્થાઓના સાતત્યપૂર્ણ, વિશ્વશનીય અને સુરક્ષિત સંકલન ધરાવે છે . નેટવર્ક ભારતીય વાયુ દળ ની વિવિધ કવાયતો અને HADR ઓપરેશન દરમિયમન મુખ્ય ફોર્સ અનેબ્લર પુરવાર થઇ છે. જેમાં ગગન શક્તિ -18 અને વાયુ શક્તિ -19 સામેલ છે. એટલે કોમ્યુનિકેશન સેમિનાર એ સંચાર ના ક્ષેત્રમાં વિકાસ ની તકો અને પડકારો માટે અતિ જરૂરી જાણકારી પુરી પાડી હતી. સેમિનાર માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ,મશીન લર્નિંગ ની ખાસિયતો વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ સતત પરિવર્તન પામતી ટેક્નોલીજી સાથે તાલમેળ જાળવવા માટે વિવિધ પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. સેમીનારે પડકારો,હેકર્સ દ્વારા થતી સાઇબર સુરક્ષા સાથે સંબંધિત વિવિધ જોખમો અને તેમનો સામનો કરવાની વિવિધ રીતો વિશે જાણકારી પણ આપવામાં આવી હતી આ ઉપરાંત વાયુસેના અધિકારી તેમજ નિલય મિસ્ત્રીને તેમની આપેલ સેવા બદલ અભિવાદન કરવામાં આવ્યા હતા આજ ના યુગ માં હેકર્સ દવારા જે રીતે લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે અવનવી રીતે તે વિષે વિસ્તૃર માહિતી આપતા ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GSFU ) ના અધિકારી નિલય મિસ્ત્રી દવારા વિવિધ સાઈટ દ્વારા હેકિંગ તેમજ કઈ રીતે આના શિકાર થતા બચવું અને શું શું ચોકસાઈ રાખવી તે અંગે માહિતી પુરી પડી હતી ઉપરાંત આજ ના જમાના માં મોબાઈલ કેટલો ઘાતક પુરવાર થઇ શકે છે મોબાઈલ પર આવતા અજાણ મેસેજ અને ફોન કઈ રીતે આપણા ડેટા ને મેળવી તેનો કઈ રીતે દુરપયોગ કરી શકે છે તે અંગે વિસ્તૃત માં માહિતી આપી હતી. આ ઉપરાંત કોમ્પ્યુટર્સ પર આવતા ઇમેઇલ અને ઉપયગમાં લેતા બ્રાઉઝર અંગે લોકો ને ખોટી રીતે તેનો શિકાર ન બને અને તેનો સાચી દિશા માં ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.