દામનગર : દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાય

દામનગર : દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાય
Spread the love

પ પૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની પાવન નિશ્રા માં દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાય

“ભગવાન શ્રી સ્વામિનારાયણે બતાવેલ સિદ્ધાંતો નું ઉમદા આચરણ કરતા ધર્મકુળ આશ્રિતો ને મહારાજ ની કૃપા એ ભજન ભોજન ને ભક્તિ કાયમ મળતી રહે છે”

દામનગર ધર્મકુળ આશ્રિત સમસ્ત સતસંગ સમાજ આયોજિત પ પૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની પાવન નિશ્રા માં દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાય
પટેલવાડી ખાતે ગઢપુર
શ્રી ગોપીનાથ દેવ મંદિર સંસ્થાન ના વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં ધર્મકુળ આશ્રિત સમસ્ત સતસંગ સમાજ દામનગર શનિવાર સતસંગ મંડળ ના સમસ્ત હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવ.એવમ સતસંગ સભા માં ધર્મકુળ પ પૂ ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ નું આગમન થતા સમસ્ત સતસંગ સમાજ દ્વારા ભવ્ય સત્કાર દિવ્ય શાકોત્સવ ને પ્રસાદ પુષ્પ અર્પણ કરતા પ પૂ ૧૦૮ પૂજ્ય લાલજી મહારાજ અને સંતો ના શ્રીમુખે સતસંગ કથા શ્રવણ કરતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે સતસંગ નું રસપાન કરાવતા શાસ્ત્રી સ્વામીશ્રી ઘનશ્યામવલ્લભદાસજી સહિત સહિત ગઢપુર ગોપીનાથજી મહારાજ મંદિર થી પૂ એસ પી સ્વામી પૂ કે પી સ્વામી પૂ છપેયા સ્વામી સહિત અસંખ્ય વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા માં દામનગર લાઠી બાબરા ધામેલ ઈગોરાળા હવતડ પાડરશીંગા એકલારા ઠાંસા રાભડા ધ્રુફણીયા રામપર હજીરાધાર દહીંથરા છભાડીયા પ્રતાપગઢ ભટવદર સહિત ૩૦ થી વધુ ગ્રામ્ય અને અનેક શહેરી વિસ્તાર ના ખૂબ મોટી સંખ્યા માં સતસંગી ઓ ધર્મકુળ આશ્રિતો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી
ગઢપુર ગોપીનાથ દેવ મંદિર ના અસંખ્ય સંખ્યાયોગીની માતા ઓની ની ઉપસ્થિતિ માં દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા માં પ પૂ ૧૦૮ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી અને વરિષ્ઠ સંતો ના વ્યાસાસને સતસંગ શ્રવણ કરતા હજારો સ્થિરપ્રજ્ઞ શ્રોતાઓ ભાવાત્મક ધર્મકુળ આશ્રિતો માં સયુંકત કુટુંબ ભાવના થી રહે છે વ્યસન ફેશન મુક્ત છે એ સતસંગ નો પ્રભાવ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ના બતાવેલ સિદ્ધાંતો નું આચરણ કરતા હજારો સતસંગી પરિવારો ને અંતર થી શુભ આશિષ પાઠવતા પ પૂ લાલજી મહારાજ દામનગર સતસંગ સમાજ દ્વારા આયોજિત અદભુત આયોજન થી રાજીપો વ્યક્ત કરતા પૂ લાલજી મહારાજ અને સંતો એ સમસ્ત સતસંગ સમાજ દમનગર ને આવા રૂડા ધર્મમોત્સવ બદલ આશિષ પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG20231213104110-1.jpg IMG20231213104123-2.jpg IMG20231213103511-0.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!