પ્રાણી સુરક્ષા માટે નવા કાયદાની માંગ માટે આભાર માનતા ગિરીશ શાહ અને મિત્તલ ખેતાણી

પ્રાણી સુરક્ષા માટે નવા કાયદાની માંગ માટે આભાર માનતા ગિરીશ શાહ અને મિત્તલ ખેતાણી
Spread the love

સંસદ સત્રમાં પૂનમ મહાજનજીએ પશુ, પક્ષી સુરક્ષા કાયદા વિષે વાત કરતા જણાવ્યું કે, “હું અબોલ જીવો માટે વાત કરવા ઈચ્છું છું. તેઓ પાસે પોતાની પીડા વ્યક્ત કરવા વાચા નથી. ભારતની સંસ્કૃતિ અને વિચારધારા મનુષ્ય અને પ્રકૃતિને સાથે લઈને ચાલે છે. સૃષ્ટિનાં તમામ જીવો એકસાથે રહે છે. દરેક હિંદુ ભગવાનની સાથે કોઈ ને કોઈ પ્રાણીઓ જોડાયેલ છે. ગૌમાતાની અંદર પણ વિવિધ દેવતાઓ વસે છે તેવું આપણે માનીએ છીએ. તે છતાં વર્તમાનમાં પ્રાણીઓ પર લૈંગિક અત્યાચારો કરવામાં આવે છે. તેમને ઘણી તકલીફો સહન કરવી પડે છે. આ માટે જે કોઈ પ્રાણીઓનું આ રીતે શોષણ કરે એની સામે 377 કલમમાં અલગથી જોગવાઈ કરવામાં આવે. પ્રાણીઓ માટે 428, 325 જેવા કાયદાઓ અમલમાં છે, પણ આજના સમયમાં પ્રાણીઓને તકલીફ આપીને માણસ ફક્ત 50 રૂપિયામાં છૂટી શકે છે. આ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને તેની પ્રગતિનો આધાર તેના પ્રાણીઓ સાથેના વ્યવહારને આધારિત નક્કી થાય છે.’ આ માટે પ્રાણી સુરક્ષા માટે કડક કાયદો બનવો જોઈએ. સંસદ સત્રમાં શ્રીમતી હેમા માલિનીજીએ જણાવ્યું કે, “ભારતની મહાન પરંપરામાં દરેક જીવને ઈશ્વર સાથે જોડીને જોવામાં આવે છે. ભારતીય સંવિધાનનાં આર્ટિકલ 51 માં જણાવાયું છે કે, ‘દરેક જીવિત પ્રાણીઓ પ્રતિ સહાનુભૂતિ રાખવી ભારતનાં દરેક નાગરિકનું મૂળ કર્તવ્ય છે. વર્તમાન સમયમાં પ્રાણીઓ સાથે ક્રૂરતામાં ખુબ વધારો થઇ રહ્યો છે.

63 વર્ષ પહેલા બનાવેલા પ્રાણી સુરક્ષા કાયદામાં ફક્ત 50 થી 100 રૂપિયા જ દંડ રાખવામાં આવ્યો છે. આ એક્ટને બદલવા માટે હું આગ્રહ કરું છું. પ્રાણીઓની રક્ષા માટે પ્રિવેન્શન ઓફ કૃઆલીટી ટુ એનિમલ એક્ટ – 1960 માં ફેરફાર લાવીને નવા કાયદાઓ બનવા જોઈએ.” અબોલ જીવોની સુરક્ષા માટેની વાત કરવા તેમજ નવા સુરક્ષા કાયદાની માંગ કરવા માટે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય ગિરીશ શાહ અને ભારત સરકારનાં પશુપાલન ખાતાનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણીએ સાંસદ શ્રીમતી હેમા માલિનીજી અને પૂનમ મહાજનજીનો આભાર માન્યો છે. 1960 માં બનેલા અધિનિયમમાં જે તે વ્યક્તિને આ કાયદાના ભંગ બદલ રૂપિયા 50 કે એક સો નો દંડ અથવા ત્રણ માસની જેલ થઈ શકે છે.

63 વર્ષપહેલા બનેલા આ કાયદામાં કોઈ પણ ફેરફારો થયા નથી. આ અંગે સમગ્ર ભારતનાં જીવદયા પ્રેમીઓ વખતોવખત માંગ કરતા રહ્યા છે. અંગ્રેજોનાં સમયનાં બનાવેલા કાયદાઓ જયારે સમગ્ર ભારતમાં બદલાય રહ્યા છે ત્યારે આ પશુ અત્યાચારને પ્રેરતા કાયદાઓ પણ દૂર થાય અને પશુ રક્ષાનાં કાયદાઓ અમલમાં આવે તે માટે સાંસદ શ્રીમતી હેમા માલિનીજી અને પૂનમ મહાજનજીનું પગલું સરાહનીય છે. અત્રે ઉલેખ્ખનીય છે કે જીવદયાપ્રેમી સાંસદો શ્રીમતી હેમા માલિનીજી અને પૂનમ મહાજનજી અગાઉ પણ પ્રાણી સુરક્ષા, જીવદયા, ગૌસેવા અંગેની હિમાયતો વખતોવખત સંસદમાં અને અન્ય જાહેર મંચો પર કરતા રહ્યા છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

WhatsApp-Image-2023-12-22-at-11.13.56-AM-1-0.jpeg WhatsApp-Image-2023-12-22-at-11.13.56-AM-1.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!