દર્દી નારાયણના દેવદૂત ડો વાઢેરની વિદાય : સુમન ભવન ખાતે સોમવારે પ્રાર્થના સભા

દર્દી નારાયણના દેવદૂત ડો વાઢેરની વિદાય : સુમન ભવન ખાતે સોમવારે પ્રાર્થના સભા
Spread the love
  • લેબ સમાંતર ડાયજ્ઞોસીઝ કરતા તબીબ ડો આર. એન. વાઢેરના દેહાવસાનથી સમગ્ર પંથકને પુરી ન શકાય તેવી ખોટ

દામનગર માનવતા વાદી તબીબ ડો આર એન વાઢેર નું નિધન ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર જેમનું લેબ સમાંતર ડાયજ્ઞોસીઝ ગણાતું હતું તેવા દેવદૂત તબીબ ડો આર એન વાઢેર નું દેહાંવસાન થતા સમગ્ર પંથક ને પુરી ન શકાય તેવી ખોટ દામનગર પૂર્વ મેડિકલ ઓફિસર ડો આર એન વાઢેર મૂળ વતન રાજુલા પણ દામનગર ને કર્મભૂમિ બનાવી વર્ષો સુધી તબીબી ક્ષેત્રે દર્દી નારાયણો માટે દેવદૂત બની સેવારત ડો આર એન વાઢેર મૃદુહદય ના અનેકો ના દિલ માં જગ્યા બનાવી હતી ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા હતા તેમનું નિદાન લેબ સમાંતર માનવ માં આવતું હતું.

સદગતના દેહાવસાનથી સમગ્ર પંથક શોકાતુર બન્યો તબીબી ક્ષેત્રે ક્યારેય પણ પુરી ન શકાય તેવી ખોટ ડો આર. એન. વાઢેરની અંતિમયાત્રામાં દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સોમવારના તા.૨૫/૧૨/૨૩ ના રોજ સાંજ ના ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સદગતની પ્રાર્થના સભા સુમનભવન બ્રહ્મસમાજ વાડી ખાતે યોજાશે. તેમના પુત્ર ડો મોહિત વાઢેર, પુત્રવધુ ડો પારૂલબેન દંગી, પુત્ર મનીષ વાઢેર સહિત સમગ્ર વાઢેર પરિવારને સાંત્વના પાઠવવા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી વેપારી ઓ સદગતના નિવાસ સ્થાને પહોંચી સધિયારો આપ્યો હતો.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

FB_IMG_1703359134305.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!