ખોડલધામ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલના આમંત્રણ માટે નરેશ પટેલનો પ્રવાસ

- ઠેર-ઠેર ભારે જનમેદની વચ્ચે સત્કાર સામૈયા દ્વારા ટીમ ખોડલધામ ટીમનું સ્વાગત
- ખોડલધામ સમિતિઓ મહિલા સ્વંયમ સેવા ટીમની સેવાની સરાહના કરતા નરેશ પટેલ
બોટાદ શક્તિપીઠ કાગવડ ખાડોલધામ સંસ્થાન દ્વારા આગામી ૨૧ મી જાન્યુઆરીમાં રાજકોટ જિલ્લાના અમરેલી ગામે નિર્માણ પામનાર અતિ અદ્યતન ટેકનોલોજી સાથે આરોગ્ય ક્ષેત્રે સેવા પ્રદાન કરતી કેન્સર હોસ્પિટલના આગામી ૨૧ જાન્યુઆરીમાં ભૂમિપૂજનમાં પધારવા આમંત્રણ સાથે સંકલ્પબદ્ધ કરતા નરેશ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટીઓ સહિત ઉદારદિલ દાતા સમાજ શ્રેષ્ટિઓ સાથે સૌરાષ્ટ્રના અનેકો શહેરી અને ગ્રામ્યના પ્રવાસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રવાસ શરૂ કરાયો હતો.
રાજકોટ જિલ્લા બાદ અમરેલી જિલ્લા સહિત બોટાદ ભાવનગર જિલ્લામાં પધારતા નરેશ પટેલ સાથે અનાર પટેલ, જેનીબેન ઠુંમર, બી એલ રાજપરા સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણીઓ દ્વારા સૌરાષ્ટ્ર ના બોટાદ જસદણ ભાવનગર સહિત ના વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. ખોડલધામ દ્વારા નિર્માણ પામનાર આગામી પ્રકલ્પ કેવડિયા કોલોની ખાતે ભવ્ય અતિથી ભવન અને પાટણ ખાતે શક્તિપીઠ ખોડલધામ નિર્માણ થશે તેની ભવ્યતા અને દિવ્યતાથી સર્વને અવગત નરેશ પટેલે સમાજ એકતા અને સમર્પણ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા