ધવ ગૌધામ એવમ જલકાંતિ અભિયાનના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાશે

- ઝેર મુક્ત જીવન ખર્ચ વગર ની ખેતી જીવામૃત ની મહત્તા દર્શાવશે તજજ્ઞ કૃષિરત્નો
ગારીયાધાર ના મોર્ડન વિલેજ પરવડી ખાતે આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ ની સંસ્થાન “માધવ ગૌધામ” ખાતે પાકૃતિક કૃષિ શિબિર જલકાંતિ અભિયાન ના ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે ૨૮ ડિસેમ્બર ના ત્રિવિધ કાર્યક્રમ પ્રાકૃતિક કૃષિ ના પ્રણેતા ગુજરાત ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ની પ્રેરણા એ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલા કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિતિ માં માધવજીભાઈ માગુકિયા લેન્ડ માર્ક માધવ ગૌધામના ભૂમિદાતા ગોપીન ગ્રુપના મોભી સુકન્યા બોન્ડના સખાવતી લવજીભાઈ બાદશાહ હરિતક્રાંતિ દાનવીર શલેશભાઈ લૂખી જે કે સ્ટાર શ્રીહરિ ગ્રુપ ઇન્ડિયાના ચેરમેન દુબઈ આફ્રિકા સ્થિત રાકેશભાઈ દુધાત મગનભાઈ રામાણી સૌરાષ્ટ્ર પટેલ સમાજ પૂજ્ય મનજીબાપા બગદાણા શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર જીવરાજભાઈ ધારૂકા જે.બી ડાયમંડ સુરેશભાઈ લાખાણી મારુતિ ઈમ્પેક્ષ કનેયલાલ કે આયુષ એન્ડ કંપની કેશુભાઈ ગોટી વલ્લભભાઈ ઝડફિયા દિનેશભાઇ પંડયા દાદા ઓર્ગેનિક લી. સહિત સમગ્ર ભાવનગર જિલ્લા ના પાલીતાણા ગારીયાધાર તાલુકાના સુરત સહિત અન્ય મહાનગરો માં રહેતા સામાજિક સ્વૈચ્છિક અગ્રણી ઓ ઉદ્યોગરત્નો કેળવણી રત્ન રાજસ્વી અગ્રણીઓ નામી અનામી અનેકો મહાનુભવો ઉદારદિલ દાતા ની વિશાળ ઉપસ્થિતિ માં મોડર્ન વિલેજ પરવડી ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ શિબિરમાં હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયા લોકસાહિત્યકાર ઘનશ્યામભાઈ લાખાણી દાસીમુનિ ભજનિક સહિત અનેકો ક્ષેત્રે સેવારત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના સૂત્રધાર શ્રી ઓની પ્રેરક ઉપસ્થિતિમાં માધવ ગૌધામ પરવડી ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિ શિબિરમાં તજજ્ઞ કૃષિકારો માર્ગદર્શન આપશે ઝેર મુક્ત જીવન ખર્ચ વગરની ખેતી જીવામૃતની મહતા દર્શાવશે.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા