હારીજ: અયોધ્યા શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રજા જાહેર કરવા રામ ભક્તો ની માંગ

આગામી 22 જાન્યુઆરીના દિવસે જ્યારે સમગ્ર ભારત શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહમાં છે અને સમગ્ર દેશ જ્યારે તહેવાર જેવા માહોલ માટે ખૂબ જ હરખભેર છે ત્યારે આ પ્રસંગને વધાવા સૌ કોઈ લોકો તૈયાર છે .ભારતના સૌ હિંદુઓને એક અભૂતપૂર્વ ભેટ આપવાના આયોજનમાં જ્યારે આખું ભારત અને ગુજરાત રાજ્ય પણ જ્યારે જોડાઈ રહ્યું છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં આ દિવસે જાહેર રજા કરવી જોઈએ જેવી આશા સાથે હારીજના રામભક્ત યુવાનો પુષ્પકભાઈ ખત્રી તેમજ ભાવિકભાઈ ઠક્કર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને 22 જાન્યુઆરી શ્રીરામ મંદિર નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસના રોજ જાહેર રજા રાખવા નમ્ર અનુરોધ કરતો પત્ર લખ્યો હતો.
હારીજના રામ ભક્ત દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામનું નવીન મંદિર બનાવવામાં આવેલ છે. જેનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે આ અભિયાનમાં આખું ભારત જોડાયેલું છે દરેક રાજ્યમાં ઉત્સાહ ભરેલું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.ત્યારે આપણા સૌ માટે ભવ્ય દિવાળી જેવો તહેવાર છે. આ મંદિરમાં બે લાખથી વધારે લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે ૪૯૮ વર્ષ પછી ઐતિહાસિક પળ આપણને જોવા મળી રહે છે તો આપણે બધા નસીબદાર છીએ કે આપણે સૌ સાથે મળી આ ભવ્ય પળના સાક્ષી બનીશું .આખું ગુજરાત શ્રી રામજી ની ભક્તિમાં પ્રવાહિત થઈ ગામડાથી લઈને મોટા શહેરોમાં પ્રભાતફેરી હનુમાન ચાલીસા વગેરે જેવા ભક્તિમય કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ૨૨ જાન્યુઆરીએ બધા લાઈવ પ્રસારણ માધ્યમ દ્વારા અયોધ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેઠા બેઠા નિહાળીશું.અને રાત્રે સૌ પોતાના ઘરે ઘરે દીવા પ્રગટાવી ભગવાન શ્રી રામજીની આરતી પૂજા કરી શુભ કાર્યમાં સહભાગી બનીશું .આમ,આ તમામ બાબતને ધ્યાનમાં રાખી આપ આ ભવ્ય દિવસે અને ભવ્ય પ્રસંગે જાહેર રજા આપવા માંગ ઉઠી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300