હારીજ : બોરતવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેને અનુલક્ષી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારીજ તાલુકાના બોરતવાડા ગામે આવી પહોંચ્યો હતો. આ રથને ગામવાસીઓએ ઉત્સાહભેર વધાવી લીધો હતો. આજરોજ હારીજ તાલુકાના બોરતવાડા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યસરકારની યોજનાઓ બોરતવાડાના ઘર આંગણે આવી છે. તેમનો લાભ આપણે લેવો જોઈએ. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા ગરીબોના પડખે ઊભા રહ્યા છે. કોરોના સમયે આખુ વિશ્વ ચિંતામાં મુકાયું હતું. તેવા સમયે પણ ભારત દેશના વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી અને દેશવાસીઓને કોરોના જેવા વિકટ સમયમાં ભારત સહિત વિશ્વભરમાં ઉપયોગી થઇ હતી. આ સમયમાં દેશભરમાં મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું જે આજે પણ ચાલુ છે. જનધન યોજના દ્વારા દેશવાસીઓને બેન્કમાં ખાતું ખોલાવવાનું કામ કરવામાં આવ્યું છે. આજે દેશવાસીઓને પાકા મકાન મળી રહે, દરેક ગામ પાકા રસ્તાઓથી જોડાય, ખેડૂતોને વીજળી મળી તે માટેનું રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આયુષ્ય કાર્ડ યોજના થકી દરેકને 10 લાખ રૂપિયા સુધીનો દવાખાનાનો ખર્ચ પણ સરકાર આપી રહી છે આ યોજના થકી કેટલાય ગરીબ પરિવારોને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર વિનામૂલ્યે સારવાર થઈ રહી છે.
વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામા આવ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર – અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભ ‘મેરી કહાની મેરી ઝુબાની’ હેઠળ રજુઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખીની ફિલ્મ પણ નીહાળી હતી. શાળાના બાળકોએ સ્વાગત ગીત, ધરતી કહે પુકારકે થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મેડિકલ ઓફિસર, હારીજ મામલતદાર વી. ઓ. પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય, આરોગ્યનો સ્ટાફ, શાળાના શિક્ષક મિત્રો, પદાધિકારીઓ, અધિકારીઓ – કર્મચારીઓ સાથે સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300