રાધનપુરમાં આડેધડ વાહન પાર્કિંગ: ટ્રાફિકજામ ની સમસ્યા વધી

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં બસ સ્ટેન્ડથી ભાભર ત્રણ રસ્તા જવાના માર્ગ ઉપર અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આ માર્ગ ઉપર પેસેન્જર વાહનો આડેધડ મૂકવામાં આવતાં હોવાથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી સર્જાતી હોય છે. સોમવારે બપોરે 1.23 વાગે પણ ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાયા હતા.
ભાભર ત્રણ રસ્તા જવું હોય તો આ માર્ગનો જ ઉપયોગ કરતાં હોય છે, હાઇવે ચાર રસ્તા થઈને જવામાં સમય અને નાણાંનો દૂરઉપયોગ થતો હોય છે.નાગરિકો અને વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે. આજુબાજુના દુકાનદારો પણ પેસેન્જર વાહનોથી પરેશાની ભોગવે છે. પેસેન્જર વાહનો મામલે કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાઈ રહ્યું છે.
રાધનપુરમાં આડેધડ વાહન પાર્કિંગ જોવા મળી રહ્યા છે ટ્રાફિકજામ ની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે.ત્યારે તંત્ર એલર્ટ બની કામગીરી હાથ ધરી ટ્રાફિકજામ થી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે તેવું વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે. તો વધુમાં જોઈએ તો બસ સ્ટેન્ડ થી લઈને ભાભર ત્રણ રસ્તા સુધી અને રાધનપુર ચાર રસ્તા થી લઈને વિનય વિદ્યાલય સુધી ટ્રાફિકની રોજની તકલીફ જોવા મળી રહી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300