મોરબી જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ માળીયાના ખાખરેચી ગામે યોજાશે

મોરબી જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ માળીયાના ખાખરેચી ગામે યોજાશે
Spread the love

મોરબી : આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી -૨૦૨૪ ની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે શાનદાર રીતે કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીયપર્વની ઉજવણીની તૈયારીઓ અંગે મોરબી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

પ્રજાસત્તાક મહાપર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ગરીમાભેર થાય તેવું આયોજન કરવા, પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના વ્યક્તિઓનું સન્માન, સરકારી ઈમારતો પર રોશની અને શણગાર, વૃક્ષારોપણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, સહિત સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

10-20-02-ade43440-c253-4937-a8aa-4e8565e496a9-768x512-1.jpg 10-19-50-1b1871a8-d48a-4169-8207-68621644ad09-768x512-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!