મોરબી : રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું નિવૃત નર્સ ને વિશેષ આમંત્રણ

મોરબી : મોરબીના 84 વર્ષના વૃદ્ધાને અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વૃદ્ધાએ ભૂતકાળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હોય જેથી તેઓને ખાસ આ મહોત્સવમાં બોલાવવામાં આવ્યા છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા આગામી 22મીએ થવાની છે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઇતિહાસના પાને લખાવા જઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં અતિથિ રૂપે હાજર રહેવું એક સૌભાગ્ય છે. આ સૌભાગ્ય મોરબીના 84 વર્ષના નિવૃત નર્સ ભાનુબેન સોલંકીને મળ્યું છે. અગાઉ ભાનુબેન સોલંકી જ્યારે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા ગયા હતા. ત્યારે ભગવાન રામ ટેન્ટમાં બિરાજમાન હતા. તે સમયે ભાનુબેને પોતાની રૂ 27 લાખની મરણમૂડી રામમંદિર નિર્માણ માટે આપી હતી. હવે રામમંદિર બની ગયું છે એટલે તેઓને રામમંદિર ટ્રસ્ટ તરફથી મહોત્સવમાં પધારવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300