સરસ્વતી : ચારૂપ ગાજનકલ્યાણકારી યોજનાઓનાં ઘર આંગણે લાભ મેળવતા ગ્રામજનો

સરસ્વતી : ચારૂપ ગાજનકલ્યાણકારી યોજનાઓનાં ઘર આંગણે લાભ મેળવતા ગ્રામજનો
Spread the love

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમકુમ તિલક થકી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન ડ્રોન નિદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ગ્રામજનોએ પોતાના ઘર આંગણે મેળવ્યો હતો. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરે તે માટે “ધરતી કરે પુકાર” નાટક દ્વારા પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ચારૂપ ગામના બહેનો અને ભાઇઓ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

“મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યકમના અંતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રજા જોગ સંદેશો ચારૂપ ગામના ગામવાસીઓ સાંભળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, તેમજ પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0080-1.jpg IMG-20240112-WA0078-2.jpg IMG-20240112-WA0081-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!