કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં વધારો કરાયો

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૮
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને વધુ સંગીન બનાવવામાં આવી છે અને દિલ્હી પોલીસે એમના આવાસ પર વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરી દીધા છે. અમિત શાહે ગયા અઠવાડિયે પોતાનો પદભાર સંભાળ્યો હતો. હવે અમિત શાહને બ્રેકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર ફાળવવામાં આવ્યું છે.
એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ પત્રકારોને એવી માહિતી આપી છે કે, દિલ્હી પોલીસે ગૃહમંત્રીની સુરક્ષાની સમિક્ષા કરી છે અને ત્યારબાદ સુરક્ષાકર્મીઓ એમના બંગલા પર વધારી દીધા છે.
અત્યાર સુધી અમિત શાહને ઝેડપ્લસ સુરક્ષા મળી રહી હતી અને હવે એમને વધુ બ્લેકકેટ કમાન્ડો પણ મળી રહ્યા છે. ટૂંક સમયમાં બ્લેકકેટ કમાન્ડો અમિત શાહની સાથે રહેશે.
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંઘની આવાસની સુરક્ષા અત્યારે અર્ધસૈનિક દળોના હવાલે છે. એમને બ્લેકકેટ કમાન્ડો અપાયા નથી પરંતુ અમિત શાહને ટૂંક સમયમાં જ એનએસજીના બ્લેકકેટ કમાન્ડો મળી જશે.