પાટણ : જિલ્લા પંચાયત ભવન ખાતે આરોગ્ય વિભાગની વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને બેઠક મળી

જિલ્લા પંચાયત ભવન ખાતે આરોગ્ય વિભાગના વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠક અંતર્ગત જિલ્લાની વિસ્તૃત માહિતી પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી કામગીરી અંગે જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નેશનલ ટોબેકો કંન્ટ્રોલ પ્રોગ્રામ અંગેની બેઠક મળી હતી. કરવામાં આવી રહ્યા છે. જેમાં આરોગ્યને સંલગ્ન વિવિધ મુદ્દાઓમાં થયેલ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને જરૂરી સુચનો પણ કર્યા હતા.
આજરોજ મળેલી આરોગ્ય વિભાગોની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, સી.ડી.એચ.ઓ વિષ્ણુભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ડી.બી.પટેલ, તેમજ આરોગ્ય વિભાગના અધિકારી -કર્મચચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300