હારિજ : દાંતરવાડા ગામમાં 1200 ભગવી ધ્વજાઓ લગાવી ગામ આખું ભગવા રંગે રંગાયું

હારિજ : દાંતરવાડા ગામમાં 1200 ભગવી ધ્વજાઓ લગાવી ગામ આખું ભગવા રંગે રંગાયું
Spread the love

સમગ્ર દેશમાં અયોધ્યા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આમંત્રણ રૂપી ઘેર ઘેર અક્ષત આપવા અયોધ્યાથી કળશમાં અક્ષત આવ્યા છે જે આમંત્રણ આપવામાં ગામેગામ અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે ત્યારે ગામે ગામ કળશ યાત્રાઓ નીકળી રહી છે.હારીજ તાલુકાના દાતરવાડા ગામે પણ ડીજે ના સંગીતના સથવારે હારીજ ચાર રસ્તાથી દાતરવાડા સુધી ભવ્ય કળશ યાત્રા પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપજી ઠાકોર અને પૂર્વ સરપંચ દાંતરવાડા સોનલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને નીકળી હતી.

કળશ યાત્રામાં 100 ઉપરાંત બાઈક સવારો ભગવી ધ્વજાઓ સાથે જોડાયા હતા.જેને લઈ સમગ્ર વાતાવરણ શ્રી રામના નારાઓ સાથે ગુંજી ઉઠ્યું હતું.દાતરવાડા ગામમાં દીકરીઓએ કળશયાત્રાના વધામણા કરી કળશ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી. અને મંદિરમાં કૃષ્ણનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દાતરવાડાના ઘેર ઘેર ભગવી ધજાઓ 1200 ઉપરાંત લગાવવામાં આવતા સમગ્ર ગામ અયોધ્યા મય બની જવા પામ્યું હતું. કળશ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર,રમેશભાઈ સાધુ,સુરેશભાઈ યોગી,પૂર્વ દાતરવાડા સરપંચ સોનલબેન ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશજી ઠાકોર અમરાજી ઠાકોર વિનાજી ઠાકોર સંજયજી ઠાકોર ,સુરેશજી ઠાકોર,વગેરે યુવાનો બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને 22 તારીખે ગામમાં ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0025.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!