પાટણ: સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પાટણ: સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
Spread the love

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતીમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

આજરોજ આયોજીત બેઠકમાં ફુડ એન્ડ ડ્રગ્સની કામગીરીની સમીક્ષા, એન.એફ.એસ.એ. આધાર સીડીંગ તથા બેંક એકાઉન્ટની કામગીરી સમીક્ષા, અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ, અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી નામ કમી, નવીન વાજબી ભાવની દુકાનો મંજુર કરવા અંગેની અરજીઓની સમીક્ષા, માહે.ડીસેમ્બર.2023ના માસમાં આચીવના જથ્થાના વિતરણ અંગેની સમીક્ષા, માહે.જાન્યુઆરી.2024ના માસમાં આચીવના જથ્થાના વાજબી ભાવની દુકાનના સંચાલકઓ દ્વારા ચલણ જનરેટ તથા નાણાં ભરવા અંગની વિગતોની સમીક્ષા, તેમજ વાજબી ભાવની દુકાનના ઈ-પ્રોફાઈલ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, પુરવઠા અધિકારીડી.એસ.નિનામા, નગરપાલિકા પ્રમુખ હિરલ.એ.પરમાર, તોલમાપના અધ્યક્ષ, તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0056.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!