પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણ સૈન્ય અધિકારીઓ સહિત ચારનાં મોત

ઇસ્લામાબાદ,
પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવી રÌš છે, ત્યારે પાકિસ્તનમાં પણ આતંકીઓ વિસ્ફોટ કરવામાં પાછળ રહ્યા નથી. પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાનનાં કબાયલી જીલ્લામાં એક રસ્તાના કિનારે બોમ્બ વિસ્ફોટમાં સેનાનાં ત્રણ અધિકારીઓ અને એક સૈનિકનું મોત થયુ છે.
સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, આતંકવાદીઓએ ઉત્તરી વજીરિસ્તાનના ખર્કમાર ક્ષેત્રમાં એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ(આઈડી) દ્વારા સૈન્ય વાહનને ટાર્ગેટ કર્યો હતો. જેને રસ્તા ઉપર પાર્ક કરાયેલી હતી.
સેનના મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પÂબ્લક રિલેશંસ (આઈએસપીઆર)ના નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, ત્રણ અધિકારીઓ અને એક સૈનિકનું મોત થયુ છે,જ્યારે ચાર સૈનિકો ઘાયલ થયા છે. હજી સુધી કોઈ પણ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી નથી.
નિવાદનમાં કહેવામાં આવ્યુ છેકે, આતંકવાદીઓએ ક્ષેત્રમાં હુમલાઓ વધારી દીધા છે. છેલ્લાં એક મહિનામાં ૧૦ જવાનો માર્યા ગયા છે. જ્યારે શુક્રવારે ઘાયલોની સંખ્યા વધીને ૩૫ થઈ ગઈ છે.