‘વાયુ’ની આફત, આજે મધરાતે ગુજરાતને ધમરોળશે, તંત્ર એલર્ટ

‘વાયુ’ની આફત, આજે મધરાતે ગુજરાતને ધમરોળશે, તંત્ર એલર્ટ
Spread the love

કચ્છ,
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટÙના દરિયાકાંઠે ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની Âસ્થતિએ, ૧૩મી અને ૧૪મી જૂને કચ્છ-સૌરાષ્ટÙમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે.
‘વાયુ’ ૩૦થી ૩૫ કિલોમીટરની ઝડપે આગળ વધી રÌšં છે. મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી ૭૪૦ કિલોમીટર દૂર હતું, જે આગામી ૨૪ કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ આ વાવાઝોડું મુંબઈથી ૫૪૦ કિલોમીટર દૂર છે.
સંચાર લખાઈ રહ્યા છે ત્યારે ભારતીય હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે હાલ વાયુ વાવાઝોડું મુંબઈથી ૫૪૦ કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રÌšં છે. વાવાઝોડું ૧૩મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે.
હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.બાદના ૨૪ કલાકમાં આ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.
આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું લંબાવાની શક્્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી અંદાજે ૯૩૦ કિલોમીટર દૂર છે.
રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંની આગાહીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે. દરિયામાં સંભવિત ચક્રવાતના પગલે અલગ અલગ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ એનડીઆરએફની ૯ ટીમ કચ્છ, દ.ગુજરાત જવા રવાના થઇ ગઇ છે. જરોદ હેડક્વાર્ટરથી ૯ ટીમો પણ રવાના થઇ ગઇ છે. તેમને બોટ, જનરેટર સહિતની બચાવ કામગીરીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે.
એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે તૈયાર છે. જેમાં ઇલેÂક્ટ્રક ઓપરેટેડ ચિપિંગ ડ્રિલિંગ મશીન, પૂર દરમિયાન કોઈ વ્યÂક્ત ફસાયેલી હોય તો દીવાલ તોડવા માટે રોટરી હેમર ડ્રીલ મશીન, મજબૂત સિમેન્ટ ક્રોંકિટને તોડવા માટેના મશિનો, મોટા ઝાડની ડાળીઓને કાપવા માટે ઇલેÂક્ટ્રક ડ્રીલ મશીન, ડૂબતી વ્યÂક્ત ને બચાવવા માટે રબર બોટ વગેરે તૈયાર રખાયા છે.
પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ કરાયા છે.
કચ્છમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની શકયતાના પગલે એલર્ટ આવ્યું છે. સંભવિત અસરને પહોંચી વળવા માટે કચ્છ કલેકટરની અધ્યક્ષતામાં તમામ પ્રાંત અધિકારી અને વિભાગની બેઠક મળી છે. મહત્વના કંડલા અને જખૌ બંદર પર માછીમારોને સચેત કરાયા છે. તમામ દરિયાઈ વિસ્તારના સરકારી વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. એનડીઆરએફની બે ટુકડી કંડલા અને જખૌ બંદર પર તહેનાત રખાશે.
૧૩મીએ વહેલી સવારે પોરબંદરના કાંઠે વાવાઝોડું ત્રાટકશે ત્યારે ૧૨૦થી ૧૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષો ઉખડી પડતા હોય છે. પવનને કારણે વૃક્ષો ઉખડી ન જાય તે માટે જાખમી વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ કરી દેવાયું છે.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ ‘વાયુ’ને પગલે એલર્ટ પર છે. જિલ્લાના તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રેહવા સૂચના આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
વલસાડ ‘વાયુ’ વાવાઝોડાની શકયતાના પગલે જિલ્લા કલેકટર પરિÂસ્થતિ પર નજર રાખી રહ્યા છે. દરિયા કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
એનડીઆરએફની ૨૨ ટીમો ગુજરાતના સૌરાષ્ટÙ-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. પંજાબ અને રાજસ્થાનથી એનડીઆરએફની ટીમો બોલવાવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!