બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં રૂ. ૧૦૦ કરોડની નજીક પહોંચી

મુંબઈ,
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ તેની ઓપનિંગ સાથે જ અત્યાર સુધીનાં તમામ રેકોડ્ર્સ તોડી નાખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર બંપર કમાણીનો રેકોર્ડ બનાવી દીધો છે. સલમાન ખાન અને નિર્દેશક અલી અબ્બાસની જાડીએ ફરી કમાલ કરી દીધી છે.
ફિલ્મનો જાદુ દર્શકો પર ચાલ્યો છે. અને તેણે કમાણીનાં ઘણાં નવાં રેકોડ્ર્સ કાયમ કરી દીધા છે. ફિલ્મ ત્રણ દિવસમાં ૯૫ કરોડથી વધુનો બિઝનેસ કરી ચુકી છે. જી હાં ફિલ્મ ઇદનાં દિવસે રિલીઝ થઇ અને તે જ દિવસે ભારતની પહેલી વર્લ્ડ કપની મેચ હતી. તે દિવસે ભારત સાઉથ આફ્રિકાની મેચ હોવા છતાં ફિલ્મે પહેલાં દિવસે બુધવારે ૪૨.૩ કરોડ રૂપિયાની બંપર કમાણી કરી દીધી છે.
આ કમાણીનો સિલસિલો આગળ વધતો જ જઇ રહ્યો છે. અને ફિલ્મે બીજા દિવસે એટલે કે ગુરૂવારે ૩૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે બે દિવસમાં ૭૩ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી.