જાયન્ટ્સ ગૃપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ધાબળા નું વિતરણ કરાયું

જાયન્ટ્સ ગૃપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ધાબળા નું વિતરણ કરાયું
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંલગ્ન મહિલા ઉત્કર્ષ અને મહીલાવિકાસ અને સેવા અર્થે બોટાદ ખાતે કાર્યરત જાયન્ટ્સ ગૃપ ઓફ બોટાદ સાહેલી દ્વારા સમસ્ત મહાજન સંસ્થા મુંબઈ અને જાયન્ટ્સ ગૃપ પાલિતાણાના સંકલન થકી શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવા અર્થે બોટાદ ખાતેના વૃદ્ધાશ્રમમાં જરૂરીયાતમંદ લોકોને સાહેલી જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું.ઉપરોક્ત પ્રોજેક્ટ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ- સાહેલી ના પ્રમુખ હેમલતાબેન દેસાઈ,સ્થાપક પ્રમુખ સુજાતાબેન શાહ , આશાબેન રાજગોર વગેર સાહેલી બહેનો જોડાઈને પ્રોજેક્ટને સફળ બનાવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300