બાબરા તાલુકા ના વિવિધ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર માં રજુઆત કરાઈ..
બાબરા તાલુકા ના વિવિધ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર માં રજુઆત કરાઈ..
તાલુકા ભાજપના અગ્રણી સુરેશભાઇ ધાખડા દ્વારા રેશનકાર્ડ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માં વધારો કરવાની રજુઆત કરાઈ..
બાબરા તાલુકા ભાજપ અગ્રણી સુરેશભાઈ ધાખડાએ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાયમાં વધારો કરવા તેમજ રેશનકાર્ડ માં નામ સુધારો કરવા અને ચડાવવા બાબતે હળવા નિયમો કરવા રાજ્ય સરકાર માં મુખ્યમંત્રી ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે..
સુરેશભાઈ ધાખડાએ રાજ્ય સરકાર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે બાબરા તાલુકા માં રેશનકાર્ડ માં પેહલા દીકરીઓના નામ ચડાવવા કે સુધારો કરવામાં માત્ર કમિનો દાખલો તેમજ પિતાનું આધારકાર્ડ આપવામાંથી રેશનકાર્ડ માં નામ ચડી જતું હતું પણ હાલ અઘરા નિયમોના કારણે પતિનું આધારકાર્ડ પ્રમાણે મહિલાનું આધારકાર્ડ માંગવામાં આવે છે જેનું સુધારા કરવા જતાં ચૂંટણી કાર્ડ માગવવા આવે આમ એક મહિલા આટલું બધું ભેગું કરવા જતાં બહુ બધો સમય નીકળી જાય છે જેના બદલે પહેલાની જેમ માત્ર નામ કમિના દાખલા પ્રમાણે નામ ચડાવવા આવે તો લોકોને રાહત મળી શકે તેમ છે
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને વધારો આપવા બાબતે રજુઆત કરતા જણાવ્યું હતું જે શહેર માં સાડા ત્રણ લાખ રૂપિયા ની સહાય મળે છે જે ગ્રામ્ય કક્ષાએ માત્ર એક લાખ વિસ હજાર જેટલી મળી રહી છે જે ખુબજ વિસંગતતા છે ત્યારે અહીં લાભાર્થી ને પોતાનું ઘર નું ઘર બનાવવા ખાનગી ધોરણે નાણાં લેવાની જરૂર પડે છે આગળ ખુબજ મુશ્કેલીઓ ઉભી કરે છે ત્યારે લોકોને પોતાના ઘર નું ઘર મળે તે માટે આવાસ યોજના માં પૂરતી સહાય આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300