BBBP સેલ અમરેલી દ્વારા “રાષ્ટ્રીય બાલિકા દિવસ” સપ્તાહની ઉજવણી
સમ્રગ ભારતમાં હાલ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલી છે. આ યોજનાનો પ્રારંભ વર્ષ ૨૦૧૫માં હરિયાણાથી થયો હતો. આ યોજના અન્વયે દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉપરાંત દીકરી જન્મને વધાવવા સાથે દીકરીઓના સર્વગ્રાહી,કલ્યાણ અને વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જિલ્લામાં BBBP સેલ અમરેલી દ્વારા તા.૧૯ જાન્યુઆરીથી તા. ૨૪ જાન્યુઆરી સુધી “રાષ્ટ્રીય બાલિકા દિવસ” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આવનારી ૨૪ જાન્યુઆરીના રોજ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે. જેની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે.
જિલ્લામાં આ દિવસના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમ કે, સિગ્નેચર ડ્રાઇવ, પ્રતિજ્ઞા વાંચન, મહિલા ગ્રામ સભા, બીબીબીપી થીમ પર વિવિધ સ્પર્ધાઓ, જિલ્લાની તમામ સરકારી કચેરીઓ,ગ્રામ પંચાયતો વગેરે પર બીબીબીપી લોગો, સંદેશ સાથેના સ્ટીકર લગાવવા, સેન્સેટાઇઝેશન પ્રોગ્રામ,હાઈઝીન કીટ વિતરણ,વૃક્ષારોપણ, લોકલ ચેમ્પિયન દીકરીઓનું સન્માન વગેરે કાર્યક્રમો યોજાશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.