જાફરાબાદના દરિયાકાંઠે બોટ માટેનું પ્લેટફોર્મ અને શિયાળબેટ વિસ્તારમાં નવી જેટીનું ખાતમુહૂર્ત

વાતો નહિ પણ હકીકત બનાવતા ધારાસભ્ય હીરાભાઇ સોલંકી.
જાફરાબાદના દરિયાકાંઠે બોટ માટેનું પ્લેટફોર્મ અને શિયાળબેટ વિસ્તારમાં નવી જેટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
15 કરોડના ખર્ચે ફીસરેજ વિભાગ દ્વારા ગ્રાન્ટ મંજૂર થતા આજે આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો
જાફરાબાદ ખાતે માછીમારોની સૌથી વધારે વસ્તી આવેલી છે અને મોટાભાગના લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે આજે આ માછીમારોના હિતમાં 15 કરોડના વિકાસ કામોનું ખાતમુરત કરવામાં આવ્યું હતું
જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ ખાતે ફીસરીઝ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા ₹15 કરોડના ખર્ચે શિયાળબેટ વિસ્તારમાં નવી જેટી તેમજ કામનાથ મહાદેવના નજીક બોટને ચડાવી શકાય તે માટેનું પ્લેટફોર્મ બંને માટેના રૂપિયા 15 કરોડના ખર્ચે આ કામનું ખાતમુરત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જાફરાબાદ માછીમારોના હિતમાં આ મહત્વની કામગીરી કરવામાં આવતા માછીમારોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી
આ કાર્યક્રમમાં ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ ભગુભાઈ સોલંકી કનૈયાલાલ સોલંકી તેમજ ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300