ચુડા ગામે ફટાકડાની આતસ બાજી કરી ભગવાન શ્રી રામચંદ્રજીનું કર્યું સ્વાગત સ્વાગત

જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે આતસ બાજી કરી ભગવાન શ્રી રામચંદ્રજીનું કર્યું સ્વાગત સ્વાગત…..
ભેસાણ તાલુકાના ચુડા ગામે જે યુવાનો 22 જાન્યુઆરીના કાર્યક્રમને લઈને સતત મહેનત કરી રહ્યા હતા તે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે ઉજવાયો છે અને ગામના તમામ જ્ઞાતિના લોકોએ એક સાથે જોડાઈને ભગવાન શ્રીરામ ચંદ્ર જીની શોભાયાત્રામા સહકાર આપ્યો અને સ્વયંભૂ રીતે ભાગ લીધો હતો અને શોભાયાત્રામાં જે લોકો બે દિવસથી રથ શણગારવાની તૈયારીઓ અને બાળકોને ખૂબ જ સારી રીતે વેશભૂષામાં તૈયાર કરી એક આયોજન પૂર્વક કાર્યમાં જોડાયા અને મારુ ગામ અયોધ્યા ધામ બને તે સૂત્રને ખરેખર સાર્થક કર્યું છે અને વ્યવસ્થાના ભાગરૂપે જે લોકોએ વડીલો એ અને રામભક્તોએ જે ફરજ બજાવી છે તેનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ગામના તમામ લોકો મહિલાઓ અને નાના નાના ભૂલકાઓ ગામની હરેક ગલીઓ અયોધ્યાની જેમ શણગારવામાં આવી હતી તે બદલ તમામ ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. …
રિપોર્ટ પંકજ વેગડા ભેસાણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300