મુખ્યમંત્રીશ્રીનો જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીશ્રીનો જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Spread the love

મુખ્યમંત્રીશ્રીનો જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

આગામી ગુરૂવાર તા. ૨૫મી જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે

અરજદારો પોતાની રજૂઆત સવારે ૭:૩૦ થી ૧૦ દરમિયાન આપી શકશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-૨, મુખ્યમંત્રીશ્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. ૨૫મી જાન્યુઆરીએ સવારે ૭:૩૦ થી ૧૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીશ્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.

દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે ૩:૦૦ કલાકે યોજાતો હોય છે.

આગામી ગુરૂવાર, તા. ૨૫મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે ૧૨:૩૦ કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!