જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષ ૨૦૨૩માં ૨૧,૦૦૦થી વધુ કેસ સમાધાનથી ફેસલ કરવામાં આવ્યા
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષ ૨૦૨૩માં ૨૧,૦૦૦થી વધુ કેસ સમાધાનથી ફેસલ કરવામાં આવ્યા
અમરેલી : અમરેલી ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાકિય ક્ષેત્રે વિવિધ પ્રકારની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નાલસા, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી તથા જિલ્લાનાં તમામ તાલુકાની સિવીલ કોર્ટ ખાતે કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય તથા સલાહની બહોળી કામગીરી કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન દર ત્રણ માસે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૩ દરમ્યાન યોજાયેલી ચાર લોક અદાલતમાં કુલ ૨૧,૦૦૦થી વધુ કેસો સમાધાનથી ફેસલ કરવામાં આવ્યા તથા અકસ્માત વળતર તથા પ્રિલીટીગેશન કેસોમાં ચાલીસ કરોડથી વધુની રકમ પક્ષકારોને વળતર તરીકે ચૂકવવામાં આવી હતી.
સંસ્થા દ્વારા કાર્યરત મીડીયેશન સેન્ટર ખાતે વર્ષ, ૨૦૨૩ દરમ્યાન તાલીમબધ્ધ મીડીયેટર વકીલશ્રીઓએ દિવાની-ફોજદારી તેમજ પતિ-પત્નિનાં ફેમીલી ડીસપ્યુટનાં કુલ ૨૫૦ જેટલાં કેસોમાં સમાધાનની પ્રક્રિયા હાથ ધરી હતી અને ૨૦ થી વધુ કેસોમાં સુખદ સમાધાન કરાવી સફળતા પ્રાપ્ત કરી હતી. સંસ્થાની કચેરી ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સિસ્ટમ કાર્યરત છે. જયાં જરૂરિયાતમંદ પક્ષકારોને યોગ્યતાનાં માપદંડો અનુસાર મફત કાનૂની સહાય અને સલાહ પૂરી પાડવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન ૧૯૫થી વધુ યોગ્યતા ધરાવતાં પક્ષકારોને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી હતી.
જિલ્લા અને તાલુકાકક્ષાએ સંસ્થા સાથે સંકળાયેલ પેનલ એડવોકેટસ, પેરા લીગલ વોલેન્ટીયર્સ તથા સામાજિક સંસ્થાઓ સાથે સહયોગમાં રહીને ૪૬૪ જેટલી કાનૂની શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ત્રીસ હજાર જેટલા લાભાર્થીઓને કાયદાઓ વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાએ કોર્ટમાં સેવા બજાવી રહેલી ફ્રન્ટ ઓફિસોમાં પેનલ વકીલશ્રીઓ દ્વારા ૩૮૦થી વધુ પક્ષકારોને વિનામૂલ્યે કાયદાકીય સહાય અને સલાહ આપવામાં આવી હતી.
સમગ્ર વર્ષ દરમ્યાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી મહિલાલક્ષી, બાળલક્ષી તથા છેવાડાનાં માણસને મદદ પહોંચાડી શકાય તે પ્રકારનાં કાર્યક્રમો કરેલ છે. જેમાં જેલમાં રહેલ કેદીઓથી માંડીને નિરાધાર બાળકો સુધીની કક્ષાઓ આવરી લઈ તેઓને જરૂરી કાયદાકીય મદદ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી. આર.વાય.ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300