રાજુલા માં અયોધ્યા શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ.

અયોધ્યા શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિતે રાજુલામાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ.
જાફરાબાદ ખાતે હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે રાસગરબા લીધા અને નાચ્યાં
વિવિધ ગામો સોસાયટીઓમાં ધુવાડા બંધ પ્રસાદીનું આયોજન
રાજુલા જાફરાબાદ ખાતે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો જાફરાબાદ ખાતે ભવ્ય શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો સાથે રાસ ગરબા રમી નાચ્યા હતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના આગેવાનોએ ભગવાન શ્રીરામના વધામણા કરવા માટે રાસ ગરબા લીધા હતા ઉપરાંત રામપરા ભેરાય હિંડોરણા ડુંગર ધારનાથ સોસાયટી કૃષ્ણનગર સોસાયટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગામ ધુવાડા બંધ ભવ્ય આરતી તેમજ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આયોજનથી રાજુલા શહેરમાં એક ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલું આ ભવ્ય શોભાયાત્રા રાજુલા શહેરમાં નભુતો નભ ભવિષ્ય રીતે આ શોભા યાત્રા યોજાઈ રાજુલા શહેર સંપૂર્ણ રામમય જોવા મળ્યું રાજુલા શહેર સવારથી જ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું જે રાજુલા શહેરના સમગ્ર વેપારીઓએ ધર્મપ્રિય જનતાઓએ સમગ્ર સમાજે આ તહેવારને દિવાળી ના તહેવાર જેવો ઉજવાયો ત્યારે રાજુલા શહેરમાં દરેક સમાજે સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા ત્યારે રાજુલા શહેરમાં આ શોભાયાત્રામાં વિવિધ જગ્યાઓ ઉપર વિવિધ સ્ટોલો પણ ઊભા કરવામાં આવેલા જેમાં આ પાણીથી લઈ અને નાસ્તા સુધીના સ્ટોલો ઊભા કરવામાં આવેલા આ શોભાયાત્રામાં હજારોની માનવ મેદની ઉમટી પડેલી જન્માષ્ટમી અને રામનવમી કરતા પણ વધારે લોકો આ શોભાયાત્રામાં જોવા મળ્યા
આ શોભાયાત્રા દરમિયાન રાજુલા શહેરમાં જે જે સ્ટોલો ઉભા કરવામાં આવેલા તેમાં વિવિધ સંસ્થાઓ વેપારીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ ડ્રાયફ્રુટ શીરા નો સ્ટોલ પણ કરવામાં આવેલો જ્યારે આ શોભાયાત્રા દરમ્યાન હરભોલે પેટીસ વાળા હર્ષદભાઈ રવૈયા તરફ થી કે જેમણે રાજુલા શહેરમાંથી લોક સહયોગથી ફરાળી પેટીસ નું આ શોભાયાત્રામાં વિતરણ કરેલ સાથે સાથે જોવાની બાબત એ છે કે રાજુલા શહેરમાં આવેલ હઠીલા હનુમાનજીના મંદિરે મુસ્લિમ સમાજ દ્વારા આ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું અને ફૂલહાર કરવામાં આવેલા અને મુસ્લિમ બિરાદરો દ્વારા આરતી પણ ઉતારવામાં આવેલી ત્યારે આ કાર્યક્રમથી રાજુલા શહેરમાં એકતા નો નો એક અનોખો માહોલ જોવા મળ્યો ત્યારે વધારે આ શોભાયાત્રા દરમ્યાન જોવાની વાત એ છે કે રાજુલા શહેરમાં ફટાકડાના વેપારીઓ પાસે જે કંઈ ફટાકડાઓ દિવાળી દરમિયાન પડેલા હતા તે ફટાકડાઓ લેવા પડા પડી જોવા મળી હતી અને શોભાયાત્રા શરૂ થાય એ પહેલા જ ફટાકડા નો સ્ટોક રાજુલા શહેરમાં ખાલી થઈ ગયેલો જોવા મળ્યો.
રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ દ્વારા જણાવવામાં આવેલ કે રાજુલા શહેરમાં શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ આગેવાનો વેપારીઓ તેમજ બજરંગ દળ સહિતની વિવિધ લોકોએ અમને આ કાર્યમાં સાત અને સહકાર આપેલ છે ત્યારે ખાસ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમને સતત માર્ગદર્શન સાથે સાથ અને સહકાર આ કાર્યમાં મળતો રહ્યો છે ત્યારે આ કાર્ય રાજુલા શહેર માટે અને વિશ્વ હિન્દુ પરિષદ બંને માટે ગર્વ લીધા જેવી વાત છે
શોભાયાત્રા શરૂ થાય તે પહેલાં પહેલા બપોરના 12 કલાકે રાજુલા શહેરના વિવિધ મંદિરો ની અંદર મહા આરતી તેમજ વિવિધ મંદિરોમાં અન્નકોટના દર્શનો સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા ત્યારે દરેક મંદિરોની અંદર બહોળી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાઓએ દર્શનનો લાભ સાથે દરેક મંદિરોમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવેલું રાજુલા શહેરના જૂનો અને પુરાણીક ગોકુળેશ્વર મંદિર ખાતે મહા આરતી તેમજ રામધૂન તેમજ સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા શોભાયાત્રા દરમિયાન રાજુલા સરસ્વતી પ્રાથમિક શાળાના ૪૦ જેટલી બાળાઓ દ્વારા આ શોભાયાત્રામાં રાસની રમઝટ બોલાવેલી સાથે સાથે આ શાળાના બાળકો દ્વારા વિવિધ રામ દરબારના પાત્રો પણ આ શોભા યાત્રા દરમિયાન આકર્ષણ બનેલા આ શોભાયાત્રામાં રાજુલાના લક્ષ્મી ગ્રુપની 30 જેટલી બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવેલી આ શોભાયાત્રા માં રાજુલા પીઆઇ દ્વારા એક સુંદર બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં 56 જેટલા પોલીસનો સ્ટાફ જેમાં એક પી.આઇ નાં માર્ગદર્શન મુજબ આ કાફલો આ બંદોબસ્તમાં જોડાયેલો સમગ્ર શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ અને આ શોભાયાત્રા રાજુલા જલારામ મંદિર ખાતે પૂર્ણ થયેલ રાજુલા જલારામ મંદિરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં 108 દીવડાઓની મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ શોભાયાત્રા માં આવેલા તમામ ધર્મપ્રેમી જનતાઓ માટે મહાપ્રસાદનું આયોજન રાજુલા લોહાણા મહાજન તેમજ જલારામ સેવા મંડળ દ્વારા કરવામાં આવેલું.
રાજુલા લોહાણા મહાજન અને જલારામ સેવા મંડળના પ્રમુખે આ શોભાયાત્રા પૂર્ણ થઈ ત્યારે તેમણે જણાવ્યું કે આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને જે જલારામ મંદિરે પૂર્ણ થાય છે તે અમારા માટે ખૂબ જ સદભાગ્યની વાત છે ત્યારે અમને આ મહાપ્રસાદ સૌને આપવા માટે અમને જે લાભ મળ્યો છે તે માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે આજના દિવસે વીર દાદા જશરાજ નો શોર્ય દિવસ હોય ત્યારે એક તરફ અયોધ્યાની આ ખુશી અને બીજી બાજુ આ વીર દાદા જશરાજ નો શોર્ય દિવસ અને હજારો માણસો અમારે ત્યાં પ્રસાદ લે આથી વધારે સારી વાત કઈ હોઈ શકે વીરપુર ની અંદર જ્યારે વર્ષોથી સદા વ્રત ચાલી રહી હોય ત્યારે આ સેવાની તક અમને મળી છે તે માટે અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નું આભાર વ્યક્ત કરીએ છીએ..
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300