ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ રાજુલા વિધાનસભાની મુલાકાતે પધાર્યા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ ગઈ કાલે સાંજે રાજુલા વિધાનસભાની મુલાકાતે પધાર્યા.
યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ કાર રેલી સાથે સ્વાગત કર્યું.
ગઈકાલે સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સંસદ એવા શક્તિસિંહજી ગોહિલ દ્વારા રાજુલા વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી અને કાર્યકરો યુથ કોંગ્રેસ તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે એક સંવાદ કાર્યક્રમ યોજીને કોંગ્રેસ ની વિચારધારા વિશે માહિતી આપી. પીપાવાવ ફોરવે રોડ પર આવેલ બલાડ માતા મંદિર પાસે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો વિવિધ સમાજના જોડાયેલ હતા. શક્તિસિંહ ગોહિલે દેશની પ્રવર્તન પરિસ્થિતિ અને કોંગ્રેસની વિચારધારા તેમજ લોકશાહી બચાવવા લોકોને આહવાન કરેલ હતું. તેઓએ મહાભારત યુદ્ધ વિશે વાત કરીને જણાવ્યું હતું કે કૌરવો સો હોવા છતાં પાંચ પાંડવોનો વિજય થયેલો તેવી જ રીતે સત્યનો વિજય થશે તેવું તેઓએ જણાવેલ હતું.આ સંવાદ પહેલા યુથકોંગ્રેસ ના મિત્રો દ્વારા 51 કાર સાથેની કાર રેલી કાઢીને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સૌપ્રથમ વખત રાજુલાની મુલાકાતે પધારેલા શક્તિસિંહજી ગોહિલ નું સ્વાગત કરેલ હતું.
આ ઉપરાંત શક્તિસિંહજી ગોહિલ નું સન્માન આહીર સમાજ કાઠી ક્ષત્રિય સમાજ કોળી સમાજ તેમજ વિવિધ સમાજ દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ શક્તિનું પ્રતીક તલવાર અને પાઘડી બાંધીને સન્માન કરવામાં આવેલ હતું.કાર્યક્રમ પૂરો થયા બાદ શક્તિસિંહજી ગોહિલે રામપરા બે ગામે આવેલ વૃંદાવન ધામમાં રામજીના દર્શન કરી અને આરતી ઉતારી તેમજ રામપરા બે ગામે પાદરમાં આવેલ દેવાયત બોદરના સ્ટેચ્યુને ફુલ માળા પહેરાવી ધન્યતા અનુભવેલ હતી. અને દેવાયત બોદરની ખુમારીને યાદ કરી વંદન કરેલ હતા.આ રાજુલા વિધાનસભાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ એવા અમરીષભાઈ ડેર તેમજ તળાજાના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો નો કાફલો ઉપસ્થિત રહેલ હતું.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300